હૈદરાબાદ: સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર અને બોલિવૂડ બ્યુટી જ્હાન્વી કપૂર અભિનીત એક્શન ડ્રામા ફિલ્મ 'દેવરા પાર્ટ 1'માં એક રોમેન્ટિક ગીત શૂટ થવા જઈ રહ્યું છે. જ્હાનવી કપૂર ફિલ્મ 'દેવરા પાર્ટ 1'થી સાઉથ સિનેમામાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. અહીં, જુનિયર એનટીઆર છેલ્લે વર્ષ 2022માં ફિલ્મ RRRમાં જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં ચાહકો જુનિયર એનટીઆરની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
થાઈલેન્ડમાં શૂટ થવા જઈ રહ્યું છે ગીત: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જૂનિયર એનટીઆર હાલમાં જ ગોવાથી ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને ઘરે પહોંચ્યો છે. જુનિયર એનટીઆરએ ગોવામાં એક એક્શન સિક્વન્સ શૂટ કરી હતી. જુનિયર એનટીઆર સાથે સૈફ અલી ખાન પણ હાજર હતો. તે જ સમયે, ફિલ્મના સિનેમેટોગ્રાફર રત્નવેલુએ તેની એક્સ-પોસ્ટમાં ગોવાના શેડ્યૂલ પૂર્ણ થવાની માહિતી આપી હતી અને એ પણ જણાવ્યું હતું કે ફિલ્મનું એક રોમેન્ટિક ગીત થાઈલેન્ડમાં શૂટ થવાનું છે. આ રોમેન્ટિક ગીત જુનિયર એનટીઆર અને જ્હાન્વી કપૂર પર ફિલ્માવવામાં આવનાર છે.
ફિલ્મ દેવરા પાર્ટ 1 ક્યારે રીલિઝ થવા જઈ રહી છે?: તમને જણાવી દઈએ કે, દેવરા પાર્ટ 1નું નિર્દેશન કોરાતલા શિવા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ પહેલા 10 ઓક્ટોબર 2024ના રોજ રીલિઝ થવાની હતી અને હવે આ ફિલ્મ 27 સપ્ટેમ્બરે રિલીઝ થશે. ફિલ્મમાં મરાઠી અભિનેત્રી શ્રુતિ મરાઠે અભિનેતા જુનિયર એનટીઆરની પત્નીની ભૂમિકા ભજવશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો શ્રુતિએ એક મરાઠી પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.