ETV Bharat / entertainment

Anant Radhika Pre Wedding: ઈવાન્કા ટ્રમ્પ પરિવાર સાથે બની અંબાણી પરિવારની મહેમાન, તસ્વીરો કરી શેર - ઈવાન્કા ટ્રમ્પ

વિદેશી મહેમાન ઇવાન્કા ટ્રમ્પ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ માટે તેમના પતિ જેરેડ કુશનર અને પુત્રી સાથે ગુજરાત-ભારતના મહેમાન બન્યા હતાં. તેમણે પ્રી-વેડિંગના છેલ્લા દિવસની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે. જુઓ...

Anant Radhika Pre Wedding
Anant Radhika Pre Wedding
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 4, 2024, 8:09 PM IST

મુંબઈ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશન ખૂબ જ ભવ્ય રહી હતી. આ ઉજવણી ગુજરાતના જામનગરમાં ત્રણ દિવસ (1 માર્ચથી 3 માર્ચ) સુધી ચાલી હતી. આ ભવ્ય પાર્ટીમાં ભારત અને વિદેશની મોટી હસ્તીઓએ હાજરી આપી હતી, જેમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ડોનાલ્ડે પણ પરિવાર સાથે મહેમાનગતિ માણી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ડોનાલ્ડ પણ પરિવાર સાથે અંબાણી પરિવારની મહેમાન બની

ઇવાન્કા ટ્રમ્પે ગત રવિવારે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અનંત અંબાણી-રાધિકાના પ્રી-વેડિંગમાંથી તેનો પરંપરાગત લૂક શેર કર્યો હતો, અને વર અને વધૂનો વીડિયો પણ શેર કર્યો હતો. ગ્રાન્ડ પાર્ટીના ત્રીજા દિવસે, ઇવાન્કા, પતિ જેરેડ કુશનર અને તેમની પુત્રી અરાબેલા ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા.

ઇવાન્કાએ નાઇટ પાર્ટી માટે નિયોન કલર અને વ્હાઇટ કલરનો લહેંગા પસંદ કર્યો હતો. તેણે ખુલ્લા વાળ અને હેવી નેકલેસ સેટ સાથે પોતાનો લુક કમ્પલીટ કર્યો હતો.

ઈવાન્કાની દીકરી અરબેલાના લુક વિશે વાત કરીએ તો તેમણે પીળા-ગોલ્ડન રંગનો લહેંગા પહેર્યો હતો. જ્યારે તેનો પતિ જેરેડ સ્કાય બ્લુ શર્ટ, ડાર્ક બ્લુ પેન્ટ અને નેહરુ જેકેટમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. ભારતના ટ્રેડિશનલ લુકમાં ટ્રમ્પનો પરિવાર ખૂબ જ આકર્ષક લાગતો હતો. ઈવાંકે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શિવ મંદિરની તસવીરો પણ શેર કરી છે. આ સિવાય તેણે આ કાર્યક્રમમાં હાજરી આપનાર તેના પરિવારની પણ ઝલક બતાવી છે.

અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં ઇવાન્કા ઉપરાંત મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગ, બિલ ગેટ્સ, મંગલમ બિરલા, રિહાન્ના જેવી ટોચની હસ્તીઓ સામેલ થઈ હતી. આ ઉપરાંત બોલિવૂડના લગભગ તમામ મોટા સ્ટાર્સે આ પાર્ટીમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી.

Anant Radhika Pre Wedding: વિશ્વંભરી સ્તુતિ પર નીતા અંબાણીનું મનમોહક શાસ્ત્રીય નૃત્ય

Pop Star Rihanna: અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં રિહાન્નાનું જોરદાર પર્ફોર્મન્સ, એરપોર્ટ પર પાપારાઝીને તસવીરો આપી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.