કાનપુરઃ દેશના જાણીતા લેખક ચેતન ભગત રવિવારે કાનપુરના આર્યનગર સ્થિત સ્પોર્ટ્સ હબ પહોંચ્યા હતા. તે દરમિયાન, તેમણે ETV સંવાદદાતા સાથે વિશિષ્ટ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, કઈ આદત દ્વારા વ્યક્તિ પોતાનું ફોકસ વધારીને સફળતા મેળવી શકે છે. તો ચાલો જાણીએ કઈ હતી એ આદત જેનાથી તેમનું જીવન બદલાઈ ગયું.
પુસ્તકો એટલે વાંચન: ચેતન ભગતે વાતચીત દરમિયાન જણાવ્યું કે, "પુસ્તકો, કાગળ અને શાહીનો કોઈ ધંધો નથી. તમારા જીવનમાં પુસ્તકો વાંચવાની આદત બનાવો. પુસ્તકો ધ્યાન અને કલ્પનાને સુધારે છે. પુસ્તકો તમારા શ્રેષ્ઠ મિત્રો છે. પુસ્તકો તમારા તણાવને પણ દૂર કરે છે. પુસ્તકો એટલે વાંચન."
લેખકના વિચારો સ્પષ્ટ હોવા જોઈએઃ પ્રખ્યાત લેખક ચેતન ભગતે આગળ વધુ જણાવતા કહ્યું કે, જો તમારે સારા લેખક બનવું હોય તો તમારે તમારા વિચારો સ્પષ્ટ રાખવા પડશે. એટલે કે, તમે શું લખવા જઈ રહ્યા છો? તે વિષે તમારે સ્પષ્ટ રહેવું પડશે. ઉપરાંત તેમને શાળાના અનુભવોને યાદ કરતા કહ્યું કે, શાળાઓમાં કહેવાય છે કે કવિ શું કહેવા માંગે છે? એ જ રીતે આપણે આપણા લેખન સાથે વિષયને પણ સ્પષ્ટ રાખવો જોઈએ. ઈ-બુક્સ અંગે વાત કરતા તેમને જણાવ્યું કે, ટેક્નોલોજીમાં જે બદલાવ આવે છે તેને આપણે અપનાવવો પડશે. હું મારી જાતે કિન્ડલનો ઉપયોગ કરું છું.
થ્રી ઈડિયટ્સ પછી વન ઈન્ડિયા ગર્લ પર આધારિત ફિલ્મ: સંવાદદાતા સાથે વાતચીત દરમિયાન તેમને જણાવ્યું કે, જે રીતે થ્રી ઈડિયટ્સ ફિલ્મ તેમના પુસ્તક ફાઈવ પોઈન્ટ સમવન પર બની હતી. તેવી જ રીતે હાલમાં વન ઈન્ડિયા ગર્લ પુસ્તક પર ફિલ્મ બની રહી છે. જો કે હજુ આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. વધુમાં ઉમેરના તેમને જણાવ્યું, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થોડી મંદી છે. ઘણા પ્રોજેક્ટ તૈયાર છે, પરંતુ અમે હાલમાં ચોક્કસ સમયની રાહ જોઈ રહ્યા છીએ.
દેશના તમામ શહેરોમાં ધ સ્પોર્ટ્સ હબ હોવું જોઈએઃ સ્પોર્ટ્સ અંગે લેખક ચેતન ભગતે જણાવ્યું હતું કે દેશના તમામ શહેરોમાં ધ સ્પોર્ટ્સ હબ જેવા મોડલ હોવા જોઈએ. તેમણે કહ્યું કે, જ્યારે આપણે ઘરમાં બાળકોને વીડિયો જોવા કે ટીવી ન જોવાનું કહીએ છીએ ત્યારે તેમનો પ્રશ્ન એ છે કે તેઓએ શું કરવું જોઈએ? આવી સ્થિતિમાં તેમના માટે સ્પોર્ટ્સ વધુ સારો વિકલ્પ છે. સ્પોર્ટ્સ હબમાં એવી સુવિધાઓ ઉપલબ્ધ છે જેનથી ભવિષ્યમાં અહીંથી આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ ઉભરી આવશે. અને કાનપુરની સાથે દેશનું ગૌરવ વધારશે.