મુંબઈ : રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ફાઈટરએ બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કરી હતી. ફિલ્મે પહેલા વીકેન્ડમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. પરંતુ સોમવારે સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મના કલેક્શનમાં ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે પણ કલેક્શનમાં ઘટાડા સાથે આ ટ્રેન્ડ યથાવત રહ્યો હતો.
Sacknilk ના રિપોર્ટ અનુસાર Fighter તેની રિલીઝના છઠ્ઠા દિવસે લગભગ 7.75 થી 8 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જે તેના બોક્સ ઓફિસ પ્રદર્શન માટે ચિંતાજનક બાબત છે. મંગળવારે કુલ મળીને 12.77 ટકા એકયૂપેસી મેળવી હતી, જે આગામી દિવસોમાં તેની ક્ષમતા માટે ચિંતાજનક છે.
-
#Fighter WW Box Office
— Manobala Vijayabalan (@ManobalaV) January 30, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
#HrithikRoshan - #DeepikaPadukone's Fighter PASSESS the crucial Monday test with flying colors.
Crosses ₹225 cr gross mark.… pic.twitter.com/hg8e3AmNPy
">#Fighter WW Box Office
— Manobala Vijayabalan (@ManobalaV) January 30, 2024
#HrithikRoshan - #DeepikaPadukone's Fighter PASSESS the crucial Monday test with flying colors.
Crosses ₹225 cr gross mark.… pic.twitter.com/hg8e3AmNPy#Fighter WW Box Office
— Manobala Vijayabalan (@ManobalaV) January 30, 2024
#HrithikRoshan - #DeepikaPadukone's Fighter PASSESS the crucial Monday test with flying colors.
Crosses ₹225 cr gross mark.… pic.twitter.com/hg8e3AmNPy
પાછલા દિવસોના કલેક્શન પર નજર કરીએ તો ફિલ્મે પહેલા દિવસે 24.26 કરોડની કમાણી કરી હતી. તે જ સમયે 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસના અવસર પર ફિલ્મના કલેક્શનમાં સારો વધારો નોંધવામાં આવ્યો હતો. સિદ્ધાર્થ આનંદની ફિલ્મે રિલીઝના બીજા દિવસે 41.20 કરોડની કમાણી કરી હતી. જો કે આ પછી ફિલ્મના કલેક્શનનો ગ્રાફ સતત નીચે જતો રહ્યો. શનિવારે રૂ. 27.60 કરોડ, રવિવારે રૂ. 30.20 કરોડ અને સોમવારે રૂ. 8 કરોડની કમાણી કરી હતી. ફિલ્મનું કુલ કલેક્શન 5 દિવસમાં 131 કરોડ રૂપિયાથી વધીને 132 કરોડ રૂપિયા થઈ ગયું છે. મંગળવારના 7.75 કરોડ રૂપિયાના કલેક્શન બાદ ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મની કમાણી 138.75 રૂપિયાથી વધીને 139.75 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
ફાઈટરમાં હૃતિક રોશન સ્ક્વોડ્રન લીડર શમશેર પઠાનિયા ઉર્ફે પૈટી, જ્યારે દીપિકા પાદુકોણ સ્ક્વોડ્રન લીડર મીનલ રાઠોડ ઉર્ફે મીન્ની અને અનિલ કપૂર ગ્રુપ કેપ્ટન રાકેશ જયસિંહ ઉર્ફે રોકીની ભૂમિકા ભજવતા નજરે આવ્યા હતા. આ તમામ પાત્રો દેશ માટે લડતા લોકોની આસપાસ ફરે છે. આ ફિલ્મ હૃતિક અને દીપિકા વચ્ચે પ્રથમ ઓન-સ્ક્રીન કોલૈબોરેશન છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.