મુંબઈ: બોલિવૂડના જાણીતા નિર્દેશક સંજય લીલા ભણસાલી તેમની ફિલ્મોમાં ભવ્ય સેટ માટે જાણીતા છે. આ ટ્રેન્ડ દેવદાસ ફિલ્મથી શરૂ થયો હતો અને છેલ્લે ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મમાં જોવા મળ્યો હતો. હવે નિર્દેશક તેની આગામી ફિલ્મ 'હીરામંડી - ધ ડાયમંડ બઝાર'ને લઈને સમાચારમાં છે. આ ફિલ્મના ગીતો અને ટ્રેલર જોયા બાદ એ સ્પષ્ટ થાય છે કે દિગ્દર્શકે ફરી એક વખત તેના અદ્ભુત સેટના અનુભવને વધુ સારી રીતે રિપીટ કર્યા છે. હીરામંડીની રિલીઝ પહેલા, ચાલો જાણીએ કે આ ફિલ્મના સેટ પર ડિરેક્ટરે કેટલી મહેનત કરી છે.
અત્યાર સુધીનો સૌથી મોટો સેટ હીરામંડીનો: એક ઈન્ટરવ્યુમાં સંજય લીલા ભણસાલીએ ફિલ્મના સેટ અંગેના સવાલ પર ખુલીને વાત કરી છે. દિગ્દર્શકે જણાવ્યું કે, તેની ફિલ્મ કરિયરનો અત્યાર સુધીનો સૌથી મોટો સેટ હીરામંડીનો છે, જે 3 એકરમાં બનેલો છે. 60 હજારથી વધુ લાકડાના પાટિયામાંથી બનેલા આ સેટને બનાવવામાં 700 મજૂરોને 7 મહિનાનો સમય લાગ્યો છે.
કેવો છે હીરામંડીનો સેટ?: જો તમે આ ફિલ્મનું ટ્રેલર ના જોયું હોય તો એકવાર જરૂર જોજો. આ મહેલના સેટમાં રૂમ, એક સફેદ મસ્જિદ, વિશાળ પ્રાંગણ, ડાન્સ કોરિડોર, પાણીના ફુવારા, રાજાઓ અને મહારાજાઓના સમયને મળતા આવતા રૂમ, શેરીઓ, દુકાનો અને તેમાં એક હમ્મામ રૂમનો પણ સમાવેશ થાય છે, જે મેક્સ ઈટ ગ્રાન્ડમાં સેટ છે.
ડિરેક્ટરની દેખરેખમાં બનાવવામાં આવ્યો સેટ: દિગ્દર્શકે જણાવ્યું કે આ સેટમાં મુઘલ ચિત્રો, ગ્રાફિટી, બારીઓ પર સિલ્વર વર્ક, ફ્લોર પર મીનાકારી કોતરણી, બારિર કોતરણીવાળા લાકડાના દરવાજા, આ બધું ડિરેક્ટરની દેખરેખમાં બનાવવામાં આવ્યું છે.
હીરામંડી બનાવવામાં 18 વર્ષ લાગ્યા: સંજય લીલા ભણસાલીએ પણ આ ઈન્ટરવ્યુમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. દિગ્દર્શકે જણાવ્યું કે 18 વર્ષથી તેમના મગજમાં હીરામંડી ચાલી રહી છે અને હવે તેમનો ડ્રીમ પ્રોજેક્ટ પૂરો થઈ ગયો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
હિરામંડીની સ્ટોરી અને સ્ટાર કાસ્ટ: ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો, તે બ્રિટિશ યુગ દરમિયાન ભારતના લાહોરમાં તવાયફો ના બેક ડ્રોપ પર આધારિત ફિલ્મ છે, જેઓ આઝાદી માટે અંગ્રેજો સામે લડતા જોવા મળ્યા હતા. સ્ટાર કાસ્ટ વિશે વાત કરીએ તો તેમાં શેખર સુમન, અધ્યયન સુમન, ફરદીન ખાન, શર્મિન સહગલ, મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, રિચા ચઢ્ઢા, અદિતિ રાવ હૈદરી અને સંજીદા શેખ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 1 મેના રોજ Netflix પર સ્ટ્રીમ થવા જઈ રહી છે.