અમદાવાદ: ગુજરાતી ફિલ્મના શોખીનો માટે એક મોટા સમાચાર છે. કારણ કે, ફિલ્મરસિકો હવે સીનેમાધારોમાં 'નટવર ઉર્ફે NTR' ફિલ્મ જોઈ શકશે. 9 ઑગસ્ટ, 2024ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી. આજ રોજ 'નટવર ઉર્ફે NTR' ફિલમનો ગ્રાન્ટ પ્રીમિયર યોજાયો હતો. જ્યાં આ ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં લોકો હજાર રહ્યા હતા. શહેરમાં બે મોટા પ્રોગ્રામ હોવા છતાં દરેક મહેમાનો હાજર રહ્યા હતા. ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવતા ચેતન દૈયા સાતથી આઠનું પોતાનું નાટક પતાવીને સમયસર હાજર રહ્યા હતા. હાઉસફુલ સ્ક્રિનિંગ વચ્ચે અમુક મહેમાનોએ દાદરમાં બેસીને પણ આ ફિલ્મ જોઈ છે. ફિલ્મ પૂરી થતાની સાથે જ દરેક વ્યક્તિઓએ ઊભા થઈને તાળીઓના ગડગડાટ સાથે કલાકારો તેમજ ફિલ્મની આખી સ્ટાર કાસ્ટને વધાવી લીધા હતા.
થોડી વાત કરીએ હવે ફિલ્મ વિશે: NTR ઉર્ફે ચેતન દૈયા ફિલ્મના મુખ્ય કિરદારમાં છે. આ ફિલ્મની સ્ટોરી પણ એમણે જ લખી છે. અહીં નોંધનીય બાબત એ છે કે, કોવીડ પછી એમની સ્ટોરી, લખાણ, ડાયલોગ, અને સ્લોટ, મજબૂત લખાય છે. ચેતન દૈયા એટેલે કે, NTR 50 વર્ષની ઉંમર પછી કોલેજમાં પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરવા જાય છે, પોતાની એક ફેમિલી લાઈફ છોડીને જેમની એક દુકાન પણ છે. કોલેજમાં એડમિશન માટે પ્રિન્સિપાલ તરીકે રાગી જાનીને મળે છે. પોતાની રીતે ચાલાકીથી એડમિશન મેળવી લેવામાં કામયાબ રહે છે. હવે આગળશું જ કહેવું રાગી જાની અને ચેતન દૈયાને એક ફ્રેમમાં જોવાની મજા કંઈક અલગ જ છે.

શું છે વાર્તામાં ટ્વીસ્ટ: અહીં કોલેજમાં ટોળકીઓ એટલે કે ગેંગ સાથે મુલાકાત થાય, આંચલ શાહ જે ગેંગની મુખ્ય લીડરની ભૂમિકામાં છે. જે સારી સ્ટુડન્ટ પણ છે એની સાથે મુલાકાત થાય અને નટવરમાંથી નવો કિરદાર NTR બનાવવાની પ્રક્રિયા ચાલુ થાય છે. આ દોસ્તી દરમિયાન કોલેજ મિત્રોને એવું લાગે કે ચેતન દૈયા અને આંચલ વચ્ચેનુ પ્રેમ પ્રકરણ છે. મજાક મસ્તી નાઇટ લાઇફ. ત્યારબાદ એજ કોલેજમાં NTRનો પુત્ર એટલે મૌલિક ચૌહાણની એન્ટ્રી થાય છે. આમ કોમેડી, પ્રેમ અને ખૂબ રોમાંચ સાથે આ ફિલ્મ સરસ રીતે પરદા ઉપર ઉતારી આવી છે. મુખ્યત્વે આ ફિલમમાં 50 વર્ષની ઉંમરે કોલેજમાં કેમ જવું પડ્યું, બાપ એ હંમેશા બાપ જ હોય, એવું નવી જનરેશનને માનવું પડે, અને પિતાએએ પણ માનવું પડે, કે નવી જનરેશન પણ આપણા બાપ હોય.
ફિલ્મ જોવાની ખરેખર મજા આવશે: તો, આ શ્રાવણ મહિનામાં જલ્દીથી સુપર ડુપર હિટ ફિલ્મ જોઈ આવો. તમારા પૈસા બિલકુલ નહીં બગડે એટલી સરસ આ ફિલ્મ છે. જેને ના ગમે એ થોડી મસ્તી અને સંવેદના કોઈ ટેબલેટ આવતી હોય તો ખાઈ લેજો, જોકે આ ફિલ્મ જોવાની ખરેખર મજા આવશે.

ફિલ્મ 'નટવર ઉર્ફે 𝙉𝙏𝙍': ચેતન દૈયાની સ્ટોરી અને દિવીશ રાવલનું ડિરેક્શન આ બે મજબૂત સમન્વય કોન્સેપ્ટ છે જે આ ફિલ્મને એકદમ ઊંચાઈ પર લઈ જવામાં બહુ મોટું કામ કરે છે. ખરેખર તો એનટીઆરનું પાત્ર લખનાર જ NTRનો હીરો છે અને ચેતન દૈયા સિવાય લગભગ આ ફ્રેમમાં તમે કોઈને જોઈ શકો એ વાત તમને માન્યામાં જ નહીં આવે. બીજા નાના નાના પાત્રમાં ઘણા બધા કેરેક્ટર છે જેમણે પોતાનું ભાગે આવેલું કામ ફિલ્મને હીટ સાબિત કરી આગળ લઈ જવામાં પૂરી રીતે ભાગ ભજવે છે. તો જલ્દીથી ફુલ ફેમિલી સાથે જોઈ આવો આ ફિલ્મ. તો હાલ જ ટિકિટ બુક કરી લો ફિલ્મ 'નટવર ઉર્ફે 𝙉𝙏𝙍'ની.