ગાંધીનગર : જાણીતા ફિલ્મ નિર્માતા કરણ જોહરે ગાંધીનગરમાં યોજાયેલા આલાગ્રાન્ડ 69માં ફિલ્મ ફેર એવોર્ડઝ નાઇટમાં કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 28 જાન્યુઆરીની રાત્રે ભવ્ય 69મા ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું હોસ્ટિંગ કરતાં કરણ જોહરનો લૂક ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.
બ્લેક સૂટમાં કરણ જોહરનો લૂક : કરણ જોહર રવિવારની સાંજે, રેડ કાર્પેટ પર પહોંચ્યાં ત્યારે ગોલ્ડન એમ્બિલિશમેન્ટવાળા બ્લેક સૂટમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. તે એવોર્ડ ફંક્શનમાં હાજર પેપ્સની સામે પોઝ આપતો પણ જોવા મળ્યો હતો. કરણે મોટા ચશ્મા વડે પોતાના લૂકને એક્સેસરીઝ કર્યો હતો. કરણ જોહરની સાથે કોહોસ્ટ તરીકે ફિલ્મ નિર્માતા ટીવી એન્કર મનીષ પોલ અને અભિનેતા આયુષ્માન ખુરાના સાથે એવોર્ડ ફંક્શન હોસ્ટ કરતાં જોવા મળ્યાં હતાં.
18 કેટેગરીમાં નામાંકન : 28ની ઢળતી બપોરથી શરુ થયેલા એવોર્ડ ફંક્શનમાં ક્રમશ: એક પછી એક વીવીઆઈપી મહેમાનો એ પોતાની હાજરી નોંધવવાનું શરુ કર્યું હતું. KJo તરીકે ટૂંકમાં ઉલ્લેખ પામતાં કરણ જોહર દિગ્દર્શિત ફિલ્મ ' રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ને શ્રેષ્ઠ દિગ્દર્શક, મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા (પુરુષ) અને શ્રેષ્ઠ અભિનેત્રી કેટેગરી સહિત 18 કેટેગરીમાં નામાંકન પ્રાપ્ત થયા હતાં.
શનિવારે કર્ટેન રેઝર ઇવેન્ટ યોજાઇ : આપને જણાવીએ કે શનિવારે રાત્રે, ગાંધીનગરમાં એક ખાસ કર્ટેન રેઝર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કરણ અને અભિનેતા જાહ્નવી કપૂર સહિત અન્ય લોકોએ તેમની હાજરી ચિહ્નિત કરી હતી. એક્ટર્સ અપારશક્તિ ખુરાના અને કરિશ્મા તન્નાએ શનિવારે ગુજરાતમાં 69માં ફિલ્મફેર એવોર્ડ્સ કર્ટેન રેઝર સમારોહનું આયોજન કર્યું હતું.
'એનિમલ' છવાઇ : ગણેશ આચાર્યને 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' માંથી. 'કયા ઝુમકા?' ટ્રેક પર તેમના કામ માટે શ્રેષ્ઠ કોરિયોગ્રાફીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. '12મી ફેલ' એ બેસ્ટ એડિટિંગ માટે ટ્રોફી પોતાના નામે કરી હતી, જ્યારે SRKની 'જવાન' બેસ્ટ સ્પેશિયલ ઈફેક્ટ્સ (વિઝ્યુઅલ) અને બેસ્ટ એક્શનની વિજેતા ફિલ્મ નીવડી હતી. 'એનિમલ'ને બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર માટે એવોર્ડ મળ્યો હતો અને બેસ્ટ સાઉન્ડ ડિઝાઈનનો એવોર્ડ 'એનિમલ' અને 'સેમ બહાદુર' દ્વારા શેર કરવામાં આવ્યો હતો. લોકપ્રિય તેમજ વિવેચક વર્ગમાં પુરસ્કારોની જાહેરાત રવિવારે રાત્રે કરવામાં આવી હતી.
2023ની સૌથી મોટી બ્લોકબસ્ટર : સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત 'એનિમલ' 2023 ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક હતી. જો કે, દુર્વ્યવહારના તેના કથિત નિરૂપણ માટે ફિલ્મની ટીકા પણ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં રશ્મિકા મંદાન્ના, અનિલ કપૂર અને બોબી દેઓલ પણ મુખ્ય ભૂમિકામાં હતાં. આ ફિલ્મે ચાહકોને ઘણાં ખુશ કર્યા કારણ કે તેમાં પોસ્ટ ક્રેડિટ પછીનો સીન હતો, જેમાં 'એનિમલ પાર્ક' નામની સિક્વલને ટીઝ કરવામાં આવી હતી, જેમાં રણબીર સંભવિતપણે ડબલ રોલમાં હશે.
800 કરોડથી વધુની કમાણી : 'એનિમલ' ફિલ્મની પટકથા પિતા-પુત્રના અસ્વસ્થ સંબંધોની આસપાસ ફરે છે અને તેમાં રણવિજય સિંહની ભૂમિકામાં રણબીર છે. જે તેના પિતાની હત્યાના પ્રયાસ પછી ચોક્કસ બદલો લેવા જાય છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 800 કરોડથી વધુની કમાણી કરી હતી. દરમિયાન, રણબીર કપૂર આગામી સમયમાં ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની 'લવ એન્ડ વોર'માં આલિયા ભટ્ટ અને વિકી કૌશલ સાથે જોવા મળશે.