ગાંધીનગર : અભિનેતા રણબીર કપૂરે રવિવારે ગુજરાતના ગાંધીનગરમાં 69મા ફિલ્મફેર એવોર્ડ્સ 2024માં હાજરી આપી હતી. રસપ્રદ વાત એ છે કે, રણબીરને એક્શન થ્રિલર ફિલ્મ 'એનિમલ'માં તેના અભિનય માટે લીડિંગ રોલ (પુરુષ) કેટેગરીમાં શ્રેષ્ઠ અભિનેતા માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો અને એવોર્ડ જીત્યો હતો.
રણબીરની પ્રતિક્રિયા : રેડ કાર્પેટ પર તેના નોમિનેશન વિશે મીડિયા સાથે વાત કરતી વખતે, 'બ્રહ્માસ્ત્ર'ના અભિનેતાએ કહ્યું કે "હું જાણું છું કે મારી લેડી (આલિયા ભટ્ટ) આવી રહી છે, હું તેને આજે ઘરે લઈ જઈશ, પરંતુ મને બ્લેક લેડી ( એવોર્ડ ટ્રોફી)" વિશે ખબર ન હતી.
'એનિમલ' 19 કેટેગરીમાં નોમિનેટ : રણબીર કપૂરે એમ પણ કહ્યું, "હું ગુજરાત સરકારનો આભાર માનવા માંગુ છું, તેઓએ આટલી મોટી તૈયારીઓ કરી. ફિલ્મફેર એ એક વારસાગત પુરસ્કાર છે, અહીં આવવું હંમેશા શાનદાર બની રહે છે. જ્યારે સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ વિભાગના લોકો એકસાથે આવે છે અને એકબીજાના કાર્યની કદર કરે છે, તેથી ખરેખર અહીં આવીને આનંદ થયો. મૂવીઝ માટે આ એક શાનદાર વર્ષ છે, તેથી હું ખરેખર ખુશ છું. રણબીરે શ્રેષ્ઠ અભિનેતા કેટેગરીમાં જે કોઇ જીતે તેને પહેલેથી શુભેચ્છા આપી દીધી હતી. કે " ભલે બેસ્ટ મેન જીતે." શ્રેષ્ઠ અભિનેતા ઉપરાંત, રણબીર અભિનીત 'એનિમલ' ગાંધીનગરમાં યોજાઇ રહેલા ફિલ્મ ફેર એવોર્ડની વિવિધ કેટેગરી નોમિનેશન રાત્રે 19 કેટેગરીમાં નોમિનેટ થઈ હતી જેમાં શ્રેષ્ઠ ફિલ્મ, શ્રે નિર્દેશક અને શ્રેષ્ઠ ગીતો શામેલ હતાં.
આલિયા સાથે ડાન્સ પરફોર્મન્સ : રણબીર કપૂર અને આલિયા ભટ્ટે 69માં ફિલ્મફેર એવોર્ડ્સ 2024ના મંચ પર, રણબીર કપૂરે ફિલ્મ એનિમલમાંથી 500 કિલોની બંદૂક લઇને પહોંચ્યો હતો અને ચલાવી હતી. પછી પોતાની પત્ની આલિયા ભટ્ટ સાથે ફિલ્મના ગીત જમાલ કુડુ પર સરસ ડાન્સ પણ કર્યો હતો. રણબીર કપૂરે 28મી જાન્યુઆરીએ આયોજિત 69માં ફિલ્મફેર એવોર્ડમાં ધૂમ મચાવી હતી. આ એવોર્ડ શોમાં રણબીર કપૂર પૂરા ફોર્મ અને આત્મવિશ્વાસમાં જોવા મળ્યો હતો. રણબીર કપૂરે 69માં ફિલ્મફેર એવોર્ડ્સ 2024ના સ્ટેજ પર એક ડાન્સ પરફોર્મન્સ આપ્યું અને તેના ચાહકોનું દિલ જીતી લીધું હતું. રણબીર કપૂરને વર્ષ 2023ની મેગાબ્લોકબસ્ટર ફિલ્મ એનિમલ માટે શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. રણબીર કપૂરની જીતને કારણે અભિનેતાના ફેન્સ અને પરિવારના સભ્યોમાં ઉજવણીનો માહોલ છે. તે જ સમયે, રણબીર કપૂર ફિલ્મ એનિમલની 500 કિલોની બંદૂક લઈને આ શોમાં સ્ટેજ પર પહોંચ્યો હતો. એટલું જ નહીં રણબીર કપૂરે તેની ફિલ્મના વિશ્વ પ્રસિદ્ધ ગીત જમાલ કુડુ પર ડાન્સ પણ કર્યો હતો.