નવી દિલ્હીઃ નવા વર્ષ 2025 પહેલા કેન્દ્ર સરકારે મહિલાઓ માટે ખાસ ભેટની જાહેરાત કરી છે. એક નવી LIC યોજના જે મહિલાઓને 7,000 રૂપિયાની માસિક આવક આપશે. કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણ અને નાણાકીય સમાવેશ માટે જીવન વીમા નિગમની વીમા સખી યોજના શરૂ કરી છે. જાણો આ યોજનાથી મહિલાઓને શું થશે લાભ?
LIC વીમા સખી યોજના શું છે?
LIC ની વીમા સખી (MCA યોજના) એક સ્ટાઈપેન્ડ યોજના છે, જે ફક્ત મહિલાઓ માટે છે. તેનો સંપૂર્ણ સમયગાળો 3 વર્ષનો છે. આ પહેલ હેઠળ, 18-70 વર્ષની વય જૂથની મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવશે. જેમણે ધોરણ 10મું પાસ કર્યું છે. જેથી તેઓ LIC એજન્ટ બની શકે.
- નાણાકીય સાક્ષરતા અને જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે તેઓને પ્રથમ 3 વર્ષ માટે મળશે સ્ટાઈપેન્ડ.
- તેમની તાલીમ પૂર્ણ કર્યા પછી, આ મહિલાઓને LIC વિકાસ અધિકારી તરીકેની પોસ્ટ માટે ક્વોલિફિકેશન મેળવવાનો અવસર મળશે.
- પ્રથમ વર્ષમાં 7,000 રૂપિયા આપવામાં આવશે.
- બીજા વર્ષમાં રૂ. 6,000 (જો કે, પ્રથમ સ્ટાઈપેન્ડ વર્ષમાં પૂર્ણ થયેલ ઓછામાં ઓછી 65% પોલિસી બીજા સ્ટાઈપેન્ડ વર્ષને અનુરૂપ મહિનાના અંત સુધીમાં અમલમાં હોય)
- ત્રીજા વર્ષમાં રૂ. 5,000 (જો કે, બીજું સ્ટાઈપેન્ડ વર્ષમાં પૂર્ણ થયેલ ઓછામાં ઓછી 65% પોલિસી ત્રીજા સ્ટાઈપેન્ડ વર્ષને અનુરૂપ મહિનાના અંત સુધીમાં અમલમાં હોય)
LIC વીમા સખી યોજનાની પાત્રતા
અરજીની તારીખે લઘુત્તમ વય 18 વર્ષ હોવી જોઈએ. પ્રવેશ સમયે મહત્તમ ઉંમર 70 વર્ષ (છેલ્લો જન્મદિવસ) હશે.
યોજના હેઠળ કોઇ પણ વ્યક્તિની કોર્પોરેશનના કર્મચારી તરીકે પગારદાર નિમણૂક કરવામાં આવશે નહી.
આ પણ વાંચો: