ETV Bharat / business

અમેરિકામાં મોંઘવારીએ તોડ્યો 23 વર્ષનો રેકોર્ડ, અમેરિકી ફેડે કરી મોટી જાહેરાત - US Fed Meeting

author img

By ETV Bharat Gujarati Team

Published : May 2, 2024, 10:59 AM IST

અમેરિકામાં મોંઘવારીએ તોડ્યો 23 વર્ષનો રેકોર્ડ, અમેરિકી ફેડે કરી મોટી જાહેરાત
અમેરિકામાં મોંઘવારીએ તોડ્યો 23 વર્ષનો રેકોર્ડ, અમેરિકી ફેડે કરી મોટી જાહેરાત

ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે સતત છઠ્ઠી બેઠકમાં વ્યાજદરોને 23 વર્ષમાં સર્વોચ્ચ સ્તરે યથાવત રાખ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો...

નવી દિલ્હી : યુએસ ફેડરલ રિઝર્વની બે દિવસીય બેઠક બાદ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જાહેરાત કરી હતી કે વ્યાજદરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સાથે વ્યાજ દર 5.25 થી 5.5 ટકાની વચ્ચે રહેશે. આ સતત છઠ્ઠી વખત છે જ્યારે ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. તમને જણાવી દઈએ કે હાલમાં વ્યાજદરો 23 વર્ષમાં સૌથી વધુ છે.

સર્વસંમતિથી મતદાન રેટ-સેટિંગ પેનલે 1 મેના રોજ વર્ષની તેની ત્રીજી નીતિ-નિર્ધારણ બેઠક પૂર્ણ કરી અને સમિતિની બે યોજનાઓ તરફ વધુ પ્રગતિની નોંધ લેતાં, નીતિ દરને 23-વર્ષના ઊંચા સ્તરે રાખવા માટે સર્વસંમતિથી મતદાન કર્યું હતું.

ફુગાવો સતત બે ટકા તરફ યુએસ સેન્ટ્રલ બેંકે કહ્યું કે જ્યાં સુધી તેને વિશ્વાસ ન હોય કે ફુગાવો સતત બે ટકા તરફ આગળ વધી રહ્યો છે, ત્યાં સુધી લક્ષ્ય શ્રેણીમાં ઘટાડો કરવો યોગ્ય રહેશે નહીં. આ દર્શાવે છે કે ટૂંક સમયમાં દરમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. જ્યાં સુધી ફુગાવો કાબૂમાં ન આવે અને યુ.એસ. ફેડ દ્વારા નિર્ધારિત બે ટકાના લક્ષ્ય તરફ સતત આગળ વધે.

હવે જૂનમાં મળશે બેઠક આપનેે જણાવી દઈએ કે યુએસ ફેડના ચેરમેન પોવેલની આગેવાની હેઠળની FOMC હવે 11 થી 12 જૂને નીતિગત નિર્ણયોના આગામી સેટ પર વિચારણા કરવા માટે બેઠક કરશે. યુએસ ફેડ મીટિંગ પરિણામ પ્રમાણે યુએસ ફેડરલ રિઝર્વે બે દિવસની ફેડરલ ઓપન માર્કેટ કમિટી (એફઓએમસી) મીટિંગ પછી આજે તેના વ્યાજ દરના નિર્ણયની જાહેરાત કરી હતી, વોલ સ્ટ્રીટના અંદાજો અનુસારબેન્ચમાર્ક વ્યાજ દરો 5.25 ટકા - 5.50 ટકા પર યથાવત રાખીને સતત છઠ્ઠી મીટિંગ માટે રાખવામાં આવ્યાં છે.

  1. RBI Monetary Policy: RBIની રાહત, સતત બીજી વખત રેપોરેટમાં કોઈ ફેરફાર નહીં વ્યાજદર નહીં વધે
  2. US Inflation Data: અમેરિકામાં મોંઘવારી વધી, ફેડ રિઝર્વ જૂનમાં લોન મોંઘી કરી શકે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.