મુંબઈઃ આજે કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 13 પોઈન્ટના વધારા સાથે 81,711.76 પર બંધ રહ્યો હતો, જ્યારે NSE પર નિફ્ટી 0.02 ટકાના ઘટાડા સાથે 25,006.80 પર બંધ થયો હતો.
આજ રોજ શેર માર્કેટમાં ટ્રેડિંગ દરમિયાન, ટાટા ઈન્વેસ્ટમેન્ટ, ટાટા એલ્ક્સી, કેએફઆઈએન ટેક્નોલોજીસ, ઝી એન્ટરટેઈનમેન્ટ નિફ્ટી પર ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે, મિન્ડા કોર્પોરેશન, સિન્જીન ઈન્ટ, પ્રેસ્ટિજ એસ્ટેટ, એફેલ (ઈન્ડિયા) ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા.
- સેક્ટોરલ મોરચે, મેટલ અને એફએમસીજી સિવાય, અન્ય તમામ સૂચકાંકો લીલામાં ટ્રેડ થયા હતા.
- BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 0.4 ટકાનો વધારો નોંધાયો છે.
- સોમવારે ભારતીય રૂપિયો 83.90 ની સરખામણીમાં નજીવા ઘટાડા સાથે મંગળવારે 83.92 પ્રતિ ડોલર પર બંધ થયો હતો.
કાપની અપેક્ષાઓથી ચાલતી વૈશ્વિક રેલી શમી: મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં નાના ફેરફારો જોવા મળ્યા હતા, કારણ કે બેન્ચમાર્ક સૂચકાંકો રેકોર્ડ હાઈની નજીક રહ્યા હતા. આ કારણે વેપારીઓને નફો બુક થવાની ધારણા છે. આ દરમિયાન તમને જણાવી દઈએ કે, યુએસના વ્યાજ દરમાં કાપની અપેક્ષાઓથી ચાલતી વૈશ્વિક રેલી શમી ગઈ છે.
શેર બજારની ઓપનિંગ: કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર સપાટ ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 55 પોઈન્ટના ઘટાડા સાથે 81,671.56 પર ખુલ્યો હતો, જ્યારે NSE પર નિફ્ટી 0.07 ટકાના વધારા સાથે 25,027.00 પર ખુલ્યો હતો.