મુંબઈઃ કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 357 પોઈન્ટના ઉછાળા સાથે 77,014.61ની સપાટી પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.47 ટકાના વધારા સાથે 23,431.75ની સપાટી પર ખુલ્યો હતો.
બજાર ખુલતાની સાથે નેસ્લે, ડિવિસ લેબ્સ, HDFC લાઇફ, શ્રીરામ ફાઇનાન્સ અને LTIMindtree નિફ્ટી પર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે HUL, બ્રિટાનિયા, ટાટા કન્ઝ્યુમર અને ICICI બેન્ક ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
બુધવારની બજાર: ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર 149 પોઈન્ટના ઉછાળા સાથે 76,606.57ની સપાટી પર બંધ થયું હતું. જ્યારે NSE પર નિફ્ટી 0.25 ટકાના વધારા સાથે 23,322.95ની સપાટી પર બંધ થયો.
આજના વેપારમાં કોલ ઈન્ડિયા, પાવર ગ્રીડ, SBI લાઈફ ઈન્સ્યોરન્સ, LTIMindTree અને આઈશર મોટર્સ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં હતા, જ્યારે બ્રિટાનિયા, HUL, M&M, Titan કંપની અને Tata કન્ઝ્યુમર ટોપ લુઝર્સમાં હતા. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 1%નો વધારો નોંધાયો છે. આઈટી શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. બજાર મહત્વના યુએસ ફુગાવાના અહેવાલો અને ફેડરલ રિઝર્વના નીતિ વિષયક નિર્ણયો જાહેર થવાની અપેક્ષા રાખે છે, જે નજીકના ભવિષ્યમાં વ્યાજ દરના વલણને અસર કરે તેવી શક્યતા છે.