મુંબઈ : કારોબારી સપ્તાહના પ્રથમ દિવસ 19 ફેબ્રુઆરી, સોમવારના રોજ ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex 201 પોઈન્ટ અપ 72,627 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 63 પોઈન્ટના વધારા સાથે 22,103 ના મથાળે ખુલ્યો હતો. સરકારી બેંકિંગ અને ફાર્મા સેક્ટરમાં મજબૂત ટ્રેડિંગ થઈ રહ્યું છે.
શેરબજારની મજબૂત શરૂઆત : 19 ફેબ્રુઆરી, સોમવારના રોજ BSE Sensex ગત 72,426 ના બંધ સામે 201 પોઈન્ટના વધારા સાથે 72,627 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગત 22,040 ના બંધની સામે 63 પોઇન્ટનો સુધારો નોંધાવી 22,103 ના મથાળે ખુલ્યો હતો. ઉલ્લેખનિય છે કે, મજબૂત શરૂઆત બાદ બજારમાં ઉતાર ચઢાવ નોંધાયો છે.
વૈશ્વિક બજાર : વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. આજે અમેરિકન શેરબજાર બંધ રહેશે. DOW માં 0.4% અને નાસ્ડેકમાં 0.8% ઘટાડો નોંધાયો છે. યુરોપીય બજારના તમામ સૂચકાંકોનું સારું પ્રદર્શન રહ્યું છે. FTSE 100 ઇન્ડેક્સ 1.5% થી વધુ ઉંચકાયો છે. બીજી તરફ 6 દિવસની રજા બાદ આજે ચીનના બજાર ખુલશે. 10 વર્ષનું બોન્ડ યીલ્ડ 4.28% ની નજીક છે, જ્યારે ક્રૂડ ઓઈલ અને ડોલર ઇન્ડેક્સનું સપાટ પ્રદર્શન રહ્યું છે.