ETV Bharat / business

Stock market Update: નબળી શરૂઆત બાદ ભારતીય શેરબજાર રેડ ઝોનમાં બંધ

આજે 12 ડિસેમ્બર, ગુરૂવારના રોજ ટ્રેડિંગ સેશનના અંતે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં સપાટ બંધ થયું, IT અને મેટલ સેક્ટર સિવાય તમામ સેક્ટરમાં વેચવાલી નોંધાઈ છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

મુંબઈ : આજે ભારતીય શેરબજારમાં નબળો કારોબાર થયો છે. આજે બજારના બંને મુખ્ય સૂચકાંક નીચા મથાળે ખુલ્યા બાદ સતત ગગડતા રહ્યા હતા. BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 236 અને 93 પોઇન્ટ ઘટીને રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. સાથે જ IT અને મેટલ સેક્ટર સિવાય તમામ સેક્ટરમાં વેચવાલી નોંધાઈ છે.

BSE Sensex : આજે 12 ડિસેમ્બર, ગુરૂવારના રોજ BSE Sensex ગત 81,526 બંધની સામે 50 પોઇન્ટ ઘટીને 81,476 ના મથાળે ખુલ્યો હતો. આજે સતત નબળા પ્રદર્શન વચ્ચે સેન્સેક્સમાં 81,680 પોઈન્ટની ડે હાઈ બની અને 81,211 સુધી ડાઉન ગયો હતો. BSE Sensex સતત વેચવાલીને પગલે નીચે રહ્યો અને ટ્રેડિંગ સેશનના અંતે 236 પોઇન્ટ ઘટીને 81,289.96 ના મથાળે બંધ રહ્યો, જે 0.04 ટકાનો ઘટાડો દર્શાવે છે.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 93 પોઈન્ટ (0.38%) ઘટીને 24,548 ના મથાળે બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ ગતરોજના 24,641 બંધ સામે આજે 24,604 ના મથાળે 37 પોઈન્ટ ડાઉન ખુલ્યો હતો. શરુઆતમાં 24,675 પોઈન્ટની ડે હાઈ બનાવ્યા બાદ Nifty 24, 527 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. દિવસ દરમિયાન ઈન્ડેક્સ ગગડતો રહ્યો હતો.

કોણ કેટલા પાણીમાં ? આજે સેન્સેક્સ ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા ટોપ ગેઈનર શેરમાં ટેક મહિન્દ્રા (1.67%), ભારતી એરટેલ (1.56%), ઇન્ડસઇન્ડ બેંક (1.31%), ઇન્ફોસિસ (0.92%) અને અદાણી પોર્ટ્સનો (0.90%) સમાવેશ થાય છે. જ્યારે સૌથી વધુ ગગડેલા ટોપ લૂઝર શેરોમાં NTPC (-2.76%), HUL (-2.42%), ટાટા મોટર્સ (-1.59%), મારુતિ સુઝુકી (-1.42%) અને લાર્સનનો (-1.26%) સમાવેશ થાય છે.

  1. EPFOની 7 કરોડ લોકોને ભેટ, હવે ATMમાંથી ઉપાડી શકાશે PFના પૈસા
  2. કર્ણાટકમાં માર્ગદર્શી ચિટ ફંડની નવી શાખાનું ઉદ્ઘાટન, તમિલનાડુમાં પ્રારંભ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.