ETV Bharat / business

Stock Market Update : ભારતીય શેરમાર્કેટમાં પ્રોફિટ બુકિંગ, સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં સપાટ બંધ - NSE Nifty

કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે બજારના મુખ્ય સૂચકાંકો દિવસના નીચલા સ્તરે સપાટ બંધ રહ્યા હતા. બજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty અનુક્રમે 73,143 અને 22,212 ના મથાળે રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. PSU બેન્કો અને IT સેક્ટર તરફથી બજાર પર દબાણ આવ્યું હતું.

ભારતીય શેરમાર્કેટમાં પ્રોફિટ બુકિંગ
ભારતીય શેરમાર્કેટમાં પ્રોફિટ બુકિંગ
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 23, 2024, 5:12 PM IST

મુંબઈ : કારોબારી સપ્તાહના છેલ્લા દિવસ 23 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ ભારતીય શેરમાર્કેટના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty વધારા સાથે ખુલ્યા હતા. ત્યારબાદ દિવસ દરમિયાન સતત તેજીવાળા ઓપરેટરો અને મંદીવાળા ઓપરેટરો વચ્ચે હોડ જામી હતી. જેના પરિણામે સતત ઉતાર ચઢાવ રહ્યા હતા. જોકે BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 73,143 અને 22,212 ના મથાળે રેડ ઝોનમાં સપાટ બંધ રહ્યા હતા.

BSE Sensex : આજે 23 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ BSE Sensex ગત 73,158 બંધની સામે 236 પોઈન્ટ વધીને 73,394 ના મથાળે ખુલ્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉતાર ચઢાવ વચ્ચે BSE Sensex 73,022 સુધી ડાઉન ગયો અને 73,414 પોઈન્ડની ડે હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ લગભગ 15 પોઇન્ટ ડાઉન 73,143 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.02 ટકાનો ઘટાડો દર્શાવે છે.

NSE Nifty : આજે NSE Nifty ઈનડેક્સ 22,290 પોઈન્ટના ઓપનીંગ સામે ટ્રેડિંગ સેશનના અંતે 5 પોઈન્ટ ડાઉન 22,212 ના મથાળે સપાટ બંધ થયો હતો. જે 0.02 ટકાનો ઘટાડો દર્શાવે છે. શરુઆતી કારોબારમાં NSE Nifty 20,158 પોઈન્ટની ડે હાઈ બનાવ્યા બાદ અચાનક 62 પોઈન્ટની ડૂબકી મારી 20,015 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. જોકે, દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે NSE Nifty 22,186 પોઈન્ટ સુધી ડાઉન ગયો અને 22,297 પોઈન્ડની ડે હાઈ બનાવી હતી. ગતરોજ NSE Nifty 22,217 ના મથાળે બંધ રહ્યો હતો.

બજારમાં ભરપૂર એક્શન : શેરબજારમાં ઉપરી સ્તરેથી PSU બેન્કો અને IT સેક્ટરનું દબાણ નોંધાઈ રહ્યું છે. Nifty IT અને Bank ઈન્ડેક્સ નીચા મથાળે રેડ ઝોનમાં બંધ રહ્યો હતો.

ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં બજાજ ફિનસર્વ (1.43%), એમ એન્ડ એમ (1.13%), ટાઇટન કંપની (1.08%), વિપ્રો (0.90%) અને રિલાયન્સનો (0.78%) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં HCL ટેક (-1.25%), મારુતિ સુઝુકી (-1.17%), એશિયન પેઇન્ટ્સ(-1.12%), JSW સ્ટીલ (-0.90%) અને SBI (-0.86%)નો સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1120 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1026 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં રિલાયન્સ, HDFC બેંક, લાર્સન અને SBI ના સ્ટોક રહ્યા હતા.

  1. Share Market Open: નિફ્ટી ઓલટાઇમ હાઈ રેકોર્ડ પર ખુલ્યો, સેન્સેક્સ 100 પોઈન્ટ ઉપર
  2. Stock Market Update : ભારતીય શેરબજારમાં નીચલા સ્તરેથી શાનદાર રિકવરી, NSE Nifty ઓલ ટાઈમ હાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.