મુંબઈ : સામાન્ય રીતે શનિવાર અને રવિવારે શેરબજારમાં રજા હોય છે. પરંતુ NSE ના ઐતિહાસિક નિર્ણય બાદ આજે ટ્રેડિંગ ચાલુ રહ્યું હતું. આજે બજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ઊંચા મથાળે ખુલ્યા હતા. પરંતુ દિવસ દરમિયાન સપાટ વલણ બાદ ગગડવા લાગ્યા હતા. અંતે ભારતીય બજાર રેડ ઝોનમાં બંધ રહ્યું હતું. એફએમસીજી, ફાર્મા અને રિયલ્ટીમાં વેચવાલીથી બજાર પર દબાણ રહ્યું હતું.
BSE Sensex : આજે 20 જાન્યુઆરી શનિવારના રોજ BSE Sensex ગતરોજના 71,638 બંધની સામે 370 પોઈન્ટ વધીને 72,008 ના ઊંચા મથાળે ખુલ્યો હતો. બજારની સારી શરુઆતમાં જ 72,026 પોઈન્ટની ડે હાઈ બનાવી BSE Sensex સતત સુસ્ત રહ્યો હતો. જેમાં નબળા વલણના પરિણામે 71,313 પોઈન્ટ ડાઉન ગયો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 260 પોઈન્ટ તૂટીને 71,424 ના મથાળે રેડ ઝોનમાં બંધ રહ્યો હતો. જે 0.36 ટકાનો વધારો દર્શાવે છે.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 50 પોઈન્ટ (0.23%) ઘટાડા સાથે 21,572 ના મથાળે રેડ ઝોનમાં બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 84 પોઈન્ટના વધારા સાથે 21,706 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ શરુઆતમાં NSE Nifty 21,720 ની ડે હાઈ બનાવી હતી. પરંતુ ત્યારબાદ સતત વેચવાલીના પગલે ગગડીને 21,542 સુધી ડાઉન ગયો હતો. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર વચ્ચે ઈન્ડેક્સ સતત નીચે રહ્યો હતો.
ટોપ ગેઈનર શેર : આજે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં કોટક મહિન્દ્રા (2.30%), ICICI બેંક (0.92%), પાવર ગ્રીડ કોર્પો (0.76%), SBI (0.61%) અને HDFC બેંકનો (0.54%) સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર : જ્યારે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં એચયુએલ (-3.72%), ટીસીએસ (-2.07%), એમ એન્ડ એમ (-1.92%), ઇન્ડસઇન્ડ બેંક (-1.72%) અને HCL ટેકનો (-1.55%) સમાવેશ થાય છે.
ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1090 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1051 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં HDFC બેંક, ICICI બેંક, કોટક મહિન્દ્રા અને SBI ના સ્ટોક રહ્યા હતા.