ETV Bharat / business

Stock Market Update : ભારતીય શેરબજારમાં ફિયાસ્કો, BSE Sensex 354 પોઈન્ટ તૂટ્યો - Stock Market Update

આજે ભારતીય શેરબજારની સારી શરૂઆત બાદ અંતે ફિયાસ્કો થયો હતો. ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક આજે વધારા સાથે ખુલ્યા હતા. જોકે, ત્યારબાદ મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty દિવસ દરમિયાન ભારે ઉતાર ચઢાવ બાદ ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 354 અને 82 પોઈન્ટ તૂટીને રેડ ઝોનમાં બંધ થયા હતા.

ભારતીય શેરબજારમાં ફિયાસ્કો
ભારતીય શેરબજારમાં ફિયાસ્કો
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 5, 2024, 4:57 PM IST

મુંબઈ : આજે બજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. પરંતુ દિવસ દરમિયાન સપાટ વલણ બાદ ગગડવા લાગ્યા હતા. ટ્રેડિંગ સેશનના અંતે ભારતીય બજાર રેડ ઝોનમાં બંધ રહ્યું હતું.

BSE Sensex : આજે 5 ફેબ્રુઆરી સોમવારના રોજ BSE Sensex ગતરોજના 72,085 બંધની સામે 184 પોઈન્ટ વધીને 72,269 ના મથાળે ખુલ્યો હતો. બજારની સારી શરુઆતમાં જ 72,386 પોઈન્ટની ડે હાઈ બનાવી BSE Sensex સતત સુસ્ત રહ્યો હતો. જેમાં નબળા વલણના પરિણામે 71,602 પોઈન્ટ ડાઉન ગયો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 354 પોઈન્ટ તૂટીને 71,731 ના મથાળે રેડ ઝોનમાં બંધ રહ્યો હતો. જે 0.49 ટકાનો ઘટાડો દર્શાવે છે.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 82 પોઈન્ટ (0.38%) ઘટાડા સાથે 21,772 ના મથાળે રેડ ઝોનમાં બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 68 પોઈન્ટના વધારા સાથે 21,921 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ શરુઆતમાં NSE Nifty 21,964 ની ડે હાઈ બનાવી હતી. પરંતુ ત્યારબાદ સતત વેચવાલીના પગલે ગગડીને 21,727 સુધી ડાઉન ગયો હતો. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર વચ્ચે ઈન્ડેક્સ સતત નીચે રહ્યો હતો.

ટોપ ગેઈનર શેર : આજે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં ટાટા મોટર્સ (6.01%), સન ફાર્મા (3.63%), એમ એન્ડ એમ (3.10%), પાવર ગ્રીડ કોર્પો (2.70%) અને ટાટા સ્ટીલનો (2.45%) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં બજાજ ફાયનાન્સ (-3.53%), ભારતી એરટેલ(-3.25%), બજાજ ફિનસર્વ (-2.28%), મારુતિ સુઝુકી (-2.22%) અને HCL ટેકનો (-1.79%) સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1333 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 866 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં ટાટા મોટર્સ, HDFC બેંક, SBI અને ટાટા સ્ટીલના સ્ટોક રહ્યા હતા.

  1. Stock Market Update : ભારતીય શેરબજારની સુસ્ત શરૂઆત, BSE Sensex 72,269 ના મથાળે ખુલ્યો
  2. Budget 2024 - 25 : વાપી-સરીગામ GIDC ના ઉદ્યોગોએ કેન્દ્રીય બજેટ પર આપી પ્રતિક્રિયા, બેલેન્સ બજેટ ગણાવ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.