મુંબઈઃ કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર સપાટ ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 123 પોઈન્ટના ઉછાળા સાથે 80,139.59ની સપાટી પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.07 ટકાના વધારા સાથે 24,423.35ની સપાટી પર ખુલ્યો છે.
બજાર ખૂલતાંની સાથે હિન્દાલ્કો, ભારતી એરટેલ, LTIMindtree, કોલ ઈન્ડિયા અને સન ફાર્મા નિફ્ટીમાં વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતાં. જ્યારે ટેક મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા કન્ઝ્યુમર, મારુતિ સુઝુકી અને એક્સિસ બેન્ક ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
ભારતીય રૂપિયો શુક્રવારે પ્રતિ ડૉલર 83.72 પર ખુલ્યો હતો, જ્યારે ગુરુવારે તે 83.70 પર બંધ થયો હતો.
ગુરુવારનું બજાર
ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ઘટાડા સાથે રેડ ઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 109 પોઈન્ટના ઘટાડા સાથે 80,039.80ની સપાચી પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.03 ટકાના ઘટાડા સાથે 24,406.10ની સપાટી પર બંધ થયો.
ટ્રેડિંગ દરમિયાન, MMTC, ડેટા પેટર્ન (ભારત), જ્યોતિ લેબ્સ, ટાટા મોટર્સ (DVR) ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે, જેકે પેપર, એક્સિસ બેંક, GRSE, વેલસ્પન કોર્પ ટોપ લૂઝરની યાદીમાં સામેલ હતા.
પ્રાદેશિક મોરચે, ઓટો, કેપિટલ ગુડ્સ, વીજળી, તેલ અને ગેસ, આરોગ્ય સેવાઓ, મીડિયામાં 0.5 થી 3 ટકાનો વધારો થયો છે. જ્યારે બેન્ક, IT, મેટલ, રિયલ્ટી અને ટેલિકોમ 0.5 થી 1 ઘટ્યા હતા. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો મામૂલી નુકસાન સાથે બંધ થયા હતા.