મુંબઈઃ કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 96 પોઈન્ટના ઘટાડા સાથે 79,552.51ની સપાટી પર ખુલ્યો છે. જ્યારે NSE પર નિફ્ટી 0.02 ટકાના ઘટાડા સાથે 24,342.35ની સપાટી પર ખુલ્યો છે.
સોમવારની બજાર: સપ્તાહના પ્રારંભે 12 ઓગસ્ટ, સોમવારના રોજ BSE Sensex ગત 79,750 ના બંધ સામે 420 પોઈન્ટના ઘટાડા સાથે 79,330ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગત 24,367 ના બંધની સામે 47 પોઇન્ટ તૂટીને 24,320 ના મથાળે ખુલ્યો હતો. ઉલ્લેખનિય છે કે, નીચા મથાળે બાદ BSE Sensex અને NSE Nifty સતત ગગડીને લાલ રંગમાં ટ્રેડ કરી રહ્યો હતો.