મુંબઈ: કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર ઘટાડા સાથે રેડ ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 426 પોઈન્ટના ઘટાડા સાથે 79,942.18 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.48 ટકાના ઘટાડા સાથે 24,350.30 પર બંધ થયો હતો.
આજના માર્કેટના કારોબારી ટ્રેડિંગ દરમિયાન અદાણી એન્ટરપ્રાઈઝ, મારુતિ સુઝુકી, ટાટા કન્ઝ્યુમર, ઈન્ડસઈન્ડ બેંક, અદાણી પોર્ટ્સના શેર નિફ્ટી પર ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે સિપ્લા, શ્રીરામ ફાઈનાન્સ, ટ્રેન્ટ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, ડો. રેડ્ડીઝ લેબ્સના શેર ટોપ લૂઝરની યાદીમાં સામેલ હતા.
- સેક્ટોરલ મોરચે ઓટો, એફએમસીજી, કેપિટલ ગુડ્સમાં ખરીદારી જોવા મળી હતી, જ્યારે બેન્કિંગ અને ફાર્મામાં વેચવાલી જોવા મળી હતી.
- BSE મિડકેપ ઈન્ડેક્સમાં 0.3 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 1.5 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
આજનું ઓપનિંગ માર્કેટ કેવું હતું? ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 310 પોઈન્ટના ઘટાડા સાથે 80,058.73 પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.46 ટકાના ઘટાડા સાથે 24,355.15 પર ખુલ્યો હતો.
આ પણ વાંચો: