મુંબઈ: કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 50, 160.68 પોઈન્ટથી 27,261.47ની સપાટીએ બંધ થયો હતો, જ્યારે NSE પર નિફ્ટી 50, 148.10 પોઈન્ટથી 25,939.05ની સપાટી પર બંધ થયો હતો.
આજના ટ્રેડિંગ સેશન દરમિયાન NSE નિફ્ટ 50 માં બજાજ ઓટો, એમ એંડ એમ, ઓએનજીસી, હીરોમોટોકો, એસબીઆઇ લાઈફ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જયારે આઇસીઆઇસીઆઇ બેન્ક, વિપ્રો, ઈંડુસલૅન્ડ બૅન્ક, આઈશરમોટ, ડિવિસ્લેબ ટોપ લૂસર્સની લિસ્ટમાં સામેલ હતા.
- NSE નિફ્ટી 50 મિડકેપ 88.10 (0.67%) પોઈન્ટથી 13,200.60 ની સપાટીએ બંધ થયું છે.
- NSE નિફ્ટી બેન્ક 312.60 (0.58%) પોઈન્ટથી 54,105.80 ની સપાટીએ બંધ થયું છે.
- NSE નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસ 163.90 (0.66%) પોઈન્ટથી 24,953 ની સપાટીએ બંધ થયું છે.
BSE સેન્સેક્સ 50, 384.30 પોઈન્ટથી 84,928.61ની સપાટીએ પર બંધ થયો હતો, જ્યારે BSE બેન્કએક્સ 394.29 પોઈન્ટથી 61,349.41 ની સપાટીએ પર બંધ થયો હતો. BSEમાં આજરોજ SBFC, RIL, BF યુટિલિટીઝ, એમ્બર, JAI CORP LTD ટોપ ગેનર્સની લિસ્ટમાં હતા. જ્યારે ફ્યુઝન, કોનકોર્ડબીઓ, VSTIND, MCLOUD, બેક્ટરફૂડ ટોપ લૂસર્સની લિસ્ટમાં સામેલ હતા.
ઓપનિંગ માર્કેટ: સપ્તાહના પ્રથમ દિવસે ફરી એકવાર શેરબજારમાં જૂનો રેકોર્ડ તૂટ્યો છે અને નિફ્ટી પ્રથમ વખત 25,900 પાર ગયો છે. બીજી તરફ સેન્સેક્સ પણ પ્રથમ વખત 84,800ને પાર કરી ગયો છે.
આ પણ વાંચો: