મુંબઈ: કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 350 પોઈન્ટના ઉછાળા સાથે 81,574.79 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.26 ટકાના વધારા સાથે 24,919.80 પર ખુલ્યો હતો.
શુક્રવારનું બજાર
ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર રિકવરી મોડમાં બંધ થયું. BSE પર સેન્સેક્સ 218 પોઈન્ટના ઉછાળા સાથે 81,224.75 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.42 ટકાના વધારા સાથે 24,854.05 પર બંધ થયો. લગભગ 1833 શેરમાં વધારો થયો હતો, 1928 શેરમાં ઘટાડો થયો હતો અને 106 શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો.
નિફ્ટી પર ટ્રેડિંગ દરમિયાન એક્સિસ બેન્ક, વિપ્રો, આઈશર મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, હિન્દાલ્કોના શેર્સ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે ઈન્ફોસીસ, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, નેસ્લે ઈન્ડિયા, HUL અને એશિયન પેઈન્ટ્સના શેર ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા.
BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો સપાટ ટ્રેડ થયા હતા. ક્ષેત્રોમાં, બેંક અને મેટલ 1 ટકાથી વધુ વધ્યા હતા, જ્યારે IT ઇન્ડેક્સમાં 1 ટકાથી વધુનો ઘટાડો થયો હતો.
આ પણ વાંચો: