મુંબઈઃ કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 297 પોઈન્ટના ઉછાળા સાથે 80,722.54ની સપાટી પર ખુલ્યો છે, જ્યારે NSE પર નિફ્ટી 0.31 ટકાના વધારા સાથે 24,648.85 પર ખુલ્યો હતો.
સોમવારની બજાર
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર સપાટ બંધ રહ્યું હતું. BSE પર સેન્સેક્સ 12 પોઈન્ટના ઘટાડા સાથે 80,424.68ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.15 ટકાના વધારા સાથે 24,578.15ની સપાટી પર બંધ થયો.
નિફ્ટીમાં ટોપ ગેઇનર્સમાં હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, BPCL, શ્રીરામ ફાઇનાન્સ, ટાટા સ્ટીલ અને LTIMindtreeનો સમાવેશ થાય છે, જ્યારે લોસમાં M&M, બજાજ ઓટો, એક્સિસ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક અને SBI લાઇફ ઇન્શ્યોરન્સનો સમાવેશ થાય છે.
સેક્ટોરલ મોરચે, ઓટો અને બેંકો સિવાય, હેલ્થકેર, આઇટી, મેટલ્સ, ઓઇલ એન્ડ ગેસ, પાવર, ટેલિકોમ, મીડિયાની આગેવાની હેઠળ અન્ય તમામ સૂચકાંકો 0.5-2 ટકાના વધારા સાથે બંધ થયા હતા. BSE મિડકેપ ઈન્ડેક્સમાં 0.6 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સમાં 1 ટકાનો વધારો નોંધાયો હતો.