મુંબઈઃ કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું છે. BSE પર Sensex 42 પોઈન્ટના ઘટાડા સાથે 83,037.13 પર ખુલ્યો હતો. જ્યારે NSE પર Nifty 0.06 ટકાના ઘટાડા સાથે 25,402.40 પર ખુલ્યો છે. લગભગ 1539 શેર વધ્યા, 803 શેર ઘટ્યા અને 136 શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો.
બજાર ખૂલતાંની સાથે જ શ્રીરામ ફાઇનાન્સ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઇનાન્સ, એનટીપીસી અને હીરો મોટોકોર્પ NIFTY પર વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે એલટીઆઈએમઇન્ડટ્રી, વિપ્રો, ઈન્ફોસિસ, ટીસીએસ અને ટેક મહિન્દ્રા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
મંગળવારનું બજાર: કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 58 પોઈન્ટના ઉછાળા સાથે 83,047.08 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.09 ટકાના વધારા સાથે 25,406.90 પર બંધ થયો.
નિફ્ટી પર ટ્રેડિંગ દરમિયાન બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, ડિવિસ લેબ્સ, શ્રીરામ ફાઈનાન્સ, અપોલો હોસ્પિટલના શેર્સ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે ટાટા મોટર્સ, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી, અદાણી પોર્ટ્સ અને બીપીસીએલના શેર ટોપ લૂઝરની યાદીમાં સામેલ હતા.
સેક્ટરમાં ઓટો, મેટલ, મીડિયા BSE મિડકેપ ઇન્ડેક્સમાં 0.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં થોડો ઘટાડો નોંધાયો હતો.
આ પણ વાંચો: