મુંબઈઃ કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 18 પોઈન્ટના ઘટાડા સાથે 80,618.43 પર ખુલ્યો છે. જ્યારે NSE પર નિફ્ટી 0.16 ટકાના ઘટાડા સાથે 24,297.95 પર ખુલ્યો છે.
મંગળવારનું બજાર
યુએસ ફેડના વ્યાજ દરના નિર્ણય પહેલા રોકાણકારોના સાવચેતીભર્યા વલણને કારણે આજે વેચવાલી જોવા મળી રહી છે. કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર ભારે ઘટાડા સાથે રેડ ઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 1064 પોઈન્ટના ઘટાડા સાથે 80,684.45 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 1.40 ટકાના ઘટાડા સાથે 24,322.50 પર બંધ થયો હતો.
નિફ્ટી પર ટ્રેડિંગ દરમિયાન, જ્યોતિ સીએનસી ઓટોમેશન, ક્વેસ કોર્પ, મઝાગોન ડોક શિપ, ફાઇવ-સ્ટાર બિઝનેસ ફાઇનાન્સના શેર્સ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે શ્રીરામ ફાઇનાન્સ, ભારતી એરટેલ, ગ્રાસિમ, હીરો મોટોકોર્પ અને ઇન્ડસઇન્ડ બેન્કના શેર ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા.
તમામ ક્ષેત્રીય સૂચકાંકો રેડ ઝોનમાં વેપાર કર્યો,
- જેમાં ઓટો, બેંક, એનર્જી, મેટલ, ઓઈલ અને ગેસ દરેક 1 ટકા ઘટ્યા હતા.
- BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.5-0.5 ટકા ઘટ્યા છે.
આ પણ વાંચો: