ETV Bharat / business

શેરબજારમાં ઘટાડો યથાવત: Sensex 984 પોઈન્ટ ઘટ્યો, Nifty 23,559 પર બંધ - STOCK MARKET TODAY UPDATE

કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું છે. Stock Market Closing

ભારતીય શેરબજાર
ભારતીય શેરબજાર (Getty Image)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 13, 2024, 4:37 PM IST

નવી દિલ્હી: કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 984.23 પોઈન્ટ અથવા 1.25 ટકાના ઘટાડા સાથે 77,690.95 પર બંધ થયો હતો. જ્યારે NSE પર નિફ્ટી 324.50 પોઈન્ટ અથવા 1.36 ટકાના ઘટાડા સાથે 23,559 પર બંધ હતો. લગભગ 628 શેર વધ્યા હતા, 3180 શેર ઘટ્યા હતા અને 92 શેર યથાવત રહ્યા હતા.

નિફ્ટીમાં હીરો મોટોકોર્પ, હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, એમએન્ડએમ અને આઇશર મોટર્સનો ટોપ લુઝર્સની યાદીમાં સમાવેશ થાય છે, જ્યારે એનટીપીસી, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, એચયુએલ, ટાટા મોટર્સના શેરમાં વધારો નોંધાયો હતો.

  • ઓટો, કેપિટલ ગુડ્સ, મેટલ, રિયલ્ટી, પીએસયુ બેંક, પાવર, મીડિયા વગેરે સાથે તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ રેડ ઝોનમાં બંધ થયા છે.
  • BSE મિડકેપ ઇન્ડેક્સ 2.5 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 3 ટકા ઘટ્યો હતો.
  • ભારતીય રૂપિયો પ્રતિ ડૉલર 84.38 પર સ્થિર બંધ રહ્યો હતો, જ્યારે મંગળવારે તે 84.39 પ્રતિ ડૉલર પર બંધ થયો હતો.

ઓપનિંગ માર્કેટ: ભારતીય શેરબજાર બુધવારે રેડ ઝોનમાં ખુલ્યું હતું. શરૂઆતના કારોબારમાં ખાનગી બેંકોને છોડીને તમામ સેક્ટરમાં વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સ 487.69 પોઈન્ટ અથવા 0.62 ટકાના ઘટાડા બાદ 78,187.49 પર ટ્રેડ થયો હતો. જ્યારે નિફ્ટી 177.90 પોઈન્ટ અથવા 0.74 ટકા ઘટીને 23,705.55 પર ટ્રેડ થયો હતો.

આ પણ વાંચો:

  1. શેરબજારની ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ 150 પોઈન્ટ્સ, નિફ્ટી 23,850 ની નીચે ખૂલ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.