મુંબઈ: કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર મોટા ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 17 પોઈન્ટના ઘટાડા સાથે 81,032 પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.067 ટકાના ઘટાડા સાથે 24,779.15 પર ખુલ્યો હતો. નબળા વૈશ્વિક સંકેતો છતાં ભારતીય સૂચકાંકો આજે સકારાત્મક વલણ સાથે ખુલ્યા છે. તમને જણાવી દઈએ કે, ભારતીય રૂપિયો મંગળવારે 83.96 પ્રતિ ડોલર પર ખુલ્યો હતો, જ્યારે સોમવારે તે 83.97 પર બંધ થયો હતો.
સોમવારનું બજાર કેવું હતું? કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 638 પોઈન્ટના ઘટાડા સાથે 81,050.00 પર બંધ રહ્યો હતો. NSE પર નિફ્ટી 0.79 ટકાના ઘટાડા સાથે 24,817.30 પર બંધ થયો.
કોણ ટોપરની અને કોણ લૂઝર્સની યાદીમાં સામેલ:
ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ, એસ્ટ્રાઝેનેકા, સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, નેટકો ફાર્માના શેર સેન્સેક્સ પર ટોપ ગેઇનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે, બોમ્બે બર્મા, રેલટેલ કોર્પ, જુબિલન્ટ ઇંગ્રાવિયા, એલિકોન એન્જિનિયરિંગ કંપનીના શેર્સ ટોપ લુઝર્સની યાદીમાં સામેલ હતા.
ITC, ભારતી એરટેલ, ટ્રેન્ટ, M&M અને Infosys નો સમાવેશ નિફ્ટી પર ટોપ ગેનર્સની યાદીમાં કરવામાં આવ્યો હતો. જ્યારે એનટીપીસી, અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, એસબીઆઈ, કોલ ઈન્ડિયાના શેર ટોપ લૂઝરની યાદીમાં સામેલ હતા.
IT સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થયા હતા. બેન્ક કેપિટલ ગુડ્સ, મેટલ, પાવર, ઓઇલ એન્ડ ગેસ, મીડિયા અને ટેલિકોમ 2-3 ટકાથી વધુ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 3.5 ટકા ઘટ્યા હતા.
આ પણ વાંચો: