મુંબઈઃ કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોન પર બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 391 પોઈન્ટના ઉછાળા સાથે 80,351.64 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.46 ટકાના વધારા સાથે 24,433.20 પર બંધ થયો હતો.
નીફ્ટી પર આજના કરોબાર દરમિયાન મારૂતી, ડિવિસલેબ, એમએન્ડએમ, ટાઈટેન અને હિન્દાલ્કો ટોપ ગેનર્સમાં સામેલ હતા. જ્યારે રીલાયન્સ, ટાટાકન્ઝ્યુમ, બજાજફાઈનાન્સ, ઓએનજીસી અને કોટક બેન્ક ટોપ લૂઝર્સમાં સામેલ હતાં. સેન્સેક્સ પર આજના કારોબાર દરમિયાન, મારુતિ સુઝુકી, M&M, ITC, ટાઇટન કંપની અને સન ફાર્મા ટોપ ગેઇનર્સમાં હતા, જ્યારે બજાજ ફાઇનાન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટેક મહિન્દ્રા, HCL ટેક્નોલોજીસ અને JSW સ્ટીલ ટોપ લુઝર્સમાં હતા.
ઓપનિંગ માર્કેટ: કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોન ખુલ્યું. BSE પર સેન્સેક્સ 146 પોઈન્ટના ઉછાળા સાથે 80,107.21 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.13 ટકાના વધારા સાથે 24,351.00 પર ખુલ્યો. પ્રારંભિક કારોબારમાં, બ્લુ-ચિપ શેરોની ખરીદી અને શેરબજારમાં વિદેશી ભંડોળના રોકાણને કારણે બેન્ચમાર્ક સૂચકાંકોમાં વધારો જોવા મળ્યો હતો.