ETV Bharat / business

શેરબજાર ઉતાર-ચઢાવ સાથે બંધ, સેન્સેક્સ 166 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 23,992 પર - share MARKET CLOSSSING - SHARE MARKET CLOSSSING

કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 166 પોઈન્ટના ઘટાડા સાથે 78,593.07 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.26 ટકાના ઘટાડા સાથે 23,992.55 પર બંધ થયો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો..., STOCK MARKET CLOSSSING

ભારતીય શેરબજાર
ભારતીય શેરબજાર (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 6, 2024, 3:48 PM IST

મુંબઈઃ કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજારમાં વધઘટ જોવા મળી હતી. BSE પર સેન્સેક્સ 166 પોઈન્ટના ઘટાડા સાથે 78,593.07 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.26 ટકાના ઘટાડા સાથે 23,992.55 પર બંધ થયો હતો.

આજના ટ્રેડિંગ દરમિયાન, નિફ્ટી પર બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, એચયુએલ, એચસીએલ ટેક્નોલોજીસ, સિપ્લા અને અદાણી પોર્ટ્સ ટોપ ગેઇનર્સમાં હતા, જ્યારે એચડીએફસી લાઇફ, ભારતી એરટેલ, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ, શ્રીરામ ફાઇનાન્સ અને એચડીએફસી બેન્ક ટોપ લોઝર્સમાં હતા.

  • ઓટો, બેંક અને ટેલિકોમ સિવાય અન્ય તમામ ક્ષેત્રોના સૂચકાંકો ગ્રીન ઝોનમાં ટ્રેડ થયા હતા.
  • આજના કારોબાર બાદ BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ સીધી રેખા પર(સપાટ) બંધ થયા છે.

ઓપનિંગ માર્કેટ: કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 909 પોઈન્ટના ઉછાળા સાથે 79,668.46 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.56 ટકાના વધારા સાથે 24,189.85 પર ખુલ્યો હતો.

એશિયન બજારોમાં ઉછાળાને કારણે મંગળવારે ભારતીય શેરબજારોમાં ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તીવ્ર ઘટાડા પછી યુએસ સેન્ટ્રલ બેંકના અધિકારીઓએ રોકાણકારોને આશ્વાસન આપ્યા બાદ આ વધારો થયો છે.

  1. તાબડતોડ તેજી સાથે ખુલ્યું શેરબજાર : Sensex 950 પોઈન્ટ ઉછળ્યો, Nifty 24,300 પાર - Stock Market Update

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.