ETV Bharat / business

Share Market Updates : ભારતીય શેરબજારમાં કડાકો, BSE Sensex 790 પોઇન્ટ તૂટ્યો - BSE Sensex

મંથલી એક્સપાયરી પહેલા આજે ભારતીય શેરબજારની સારી શરૂઆત બાદ અંતે ફિયાસ્કો થયો હતો. ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક આજે વધારા સાથે ખુલ્યા હતા. જોકે, ત્યારબાદ દિવસ દરમિયાન સુસ્ત પ્રદર્શન કરી ટ્રેડિંગ સેશનના અંતે મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty અનુક્રમે 790 અને 247 પોઈન્ટ તૂટીને રેડ ઝોનમાં બંધ થયા હતા.

ભારતીય શેરબજારમાં કડાકો
ભારતીય શેરબજારમાં કડાકો
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 28, 2024, 5:16 PM IST

મુંબઈ : મંથલી એક્સપાયરી પહેલા માર્કેટમાં મજબૂત પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. આજે બજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. પરંતુ દિવસ દરમિયાન સપાટ વલણ બાદ ગગડવા લાગ્યા હતા. અંતે ભારતીય બજાર રેડ ઝોનમાં બંધ રહ્યું હતું. ઓટો, મીડિયા, સરકારી બેંકિંગ અને મેટલ સેક્ટરમાં વેચવાલીથી બજાર પર દબાણ રહ્યું હતું.

BSE Sensex : આજે 28 ફેબ્રુઆરી, બુધવારના રોજ BSE Sensex ગતરોજના 73,095 બંધની સામે 67 પોઈન્ટ વધીને 73,162 ના મથાળે ખુલ્યો હતો. બજારની સારી શરુઆતમાં જ 73,223 પોઈન્ટની ડે હાઈ બનાવી BSE Sensex સતત સુસ્ત રહ્યો હતો. જેમાં નબળા વલણના પરિણામે 1001 પોઈન્ટની ડૂબકી મારી 72,222 સુધી ડાઉન ગયો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 790 પોઈન્ટ તૂટીને 72,304 ના મથાળે રેડ ઝોનમાં બંધ રહ્યો હતો. જે 1.08 ટકાનો ઘટાડો દર્શાવે છે.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 247 પોઈન્ટ (1.11%) ઘટાડા સાથે 21,951 ના મથાળે રેડ ઝોનમાં બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 16 પોઈન્ટના વધારા સાથે 22,214 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ શરુઆતમાં NSE Nifty 22,229 ની ડે હાઈ બનાવી હતી. પરંતુ ત્યારબાદ સતત વેચવાલીના પગલે 314 પોઈન્ટ ગગડીને 21,915 સુધી ડાઉન ગયો હતો. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર વચ્ચે ઈન્ડેક્સ સતત નીચે રહ્યો હતો.

ટોપ ગેઈનર શેર : આજે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં એચયુએલ (0.59%), ભારતી એરટેલ (0.30%), ટીસીએસ (0.29%), ઇન્ફોસિસ (0.26%) અને ટેક મહિન્દ્રાનો (0.11%) સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 291 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1896 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં ટાટા મોટર્સ, HDFC બેંક, એશિયન પેઇન્ટ્સ અને ઇન્ફોસિસના સ્ટોક રહ્યા હતા.

  1. Public Stock Holding Of Food Grains : અનાજના સાર્વજનિક સંગ્રહના મુદ્દા પર ભારત અડગ, WTO મંત્રી પરિષદમાં મૂકી દરખાસ્ત
  2. Stock Market Opening: શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું, સેન્સેક્સમાં 28 પોઈન્ટનો ઉછાળા, નિફ્ટી 22,204 પર ખુલ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.