મુંબઈ : ગતરોજ કેન્દ્રીય બજેટ રજૂ થતા ભારતીય શેરબજારમાં જોરદાર એક્શન શરૂ થયું છે. ગતરોજ બજાર રેડ ઝોનમાં બંધ થયું હતું. જોકે આજે 2 ફેબ્રુઆરી શુક્રવાર કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે રિકવરી સાથે બજારનો મુખ્ય સૂચકાંક BSE Sensex 440 પોઈન્ટના ઉછાળા સાથે 72,085 ના મથાળે બંધ થયો હતો. બીજી તરફ NSE Nifty પણ 22,127 ની ઓલ ટાઈમ હાઈ બનાવી અંતે 156 પોઇન્ટ વધીને 21,854 પર બંધ થયો હતો.
BSE Sensex : આજે BSE Sensex ગતરોજના 71,645 ના બંધ સામે 332 પોઇન્ટ ઉછળીને 71,977 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન તેજીના વલણ સાથે BSE Sensex 73,089 ડે હાઈ બનાવી હતી, જે ઓલ ટાઈમ હાઈથી 338 પોઈન્ટ જ દૂર છે. જોકે બાદમાં ઉંચા મથાળેથી અચાનક ગગડીને 71,949 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. હળવી રિકવરી બાદ કોઈપણ સુધારો નોંધાવા વગર ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 440 પોઈન્ટ ઉછળીને 72,085 ના ઊંચા મથાળે બંધ થયો હતો. જે 0.61 ટકાનો વધારો દર્શાવે છે.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 156 પોઈન્ટ વધીને 21,854 ના મથાળે બંધ થયો હતો. જે 0.72 ટકાનો વધારો દર્શાવે છે. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 116 પોઈન્ટ વધીને 21,913 ના મથાળા પર ખુલ્યો હતો. જોકે, દિવસ દરમિયાન બજારના જોરદાર પ્રદર્શન બાદ 22,127 પોઈન્ટની ઓલ ટાઈમ હાઈ બનાવી હતી. બાદમાં વેચવાલી નીકળતા 21,805 સુધી ડાઉન ગયો હતો. ગતરોજ Nifty NSE Nifty ઈનડેક્સ 21,697 ના મથાળે બંધ થયો હતો.
ટોપ ગેઈનર શેર : BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં આજે સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં પાવર ગ્રીડ કોર્પો (4.78%), એનટીપીસી (2.74%), ટીસીએસ (2.41%), બજાજ ફિનસર્વ (2.07%) અને ટાટા સ્ટીલનો (1.93%) સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર : જ્યારે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં આજે સૌથી વધુ ગગડેલા શેરોમાં HDFC બેંક (-0.84%), એચયુએલ (-0.78%), એક્સિસ બેંક(-0.59%), આઇટીસી (-0.41%) અને લાર્સનનો (-0.36%) સમાવેશ થાય છે.
ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1109 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1035 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં HDFC બેંક, રિલાયન્સ, SBI અને ICICI બેંકના સ્ટોક રહ્યા હતા.