ETV Bharat / business

દિવાળી પહેલા SBIએ કરોડો ગ્રાહકોને આપી ભેટ! લોનના વ્યાજ દરમાં ઘટાડો, જાણો કેટલી ઓછી થશે EMI?

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ટૂંકા ગાળાના લોનના વ્યાજ દરમાં 25 bpsનો ઘટાડો કર્યો છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (Getty Image)

નવી દિલ્હી: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ લોન પર તેના નવીનતમ માર્જિનલ કોસ્ટ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR)ની જાહેરાત કરી છે. આ સાથે SBIએ MCLR મુદતના વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ્સ (bps)નો ઘટાડો કર્યો છે, જ્યારે અન્ય દરો યથાવત રહેશે. સંશોધિત MCLR આજથી એટલે કે 15મી ઓક્ટોબરથી લાગુ થઈ ગયો છે.

SBI MCLR લોનના વ્યાજ દરો શું છે?

sbi લોન વ્યાજ દર
sbi લોન વ્યાજ દર (SBI Website)
  • MCLR આધારિત દરોને 8.20 ટકાથી 9.1 ટકાની રેન્જમાં એડજસ્ટ કરવામાં આવ્યા છે.
  • ઓવરનાઈટ MCLR 8.20 ટકા છે.
  • એક મહિના માટેનો દર 8.45 ટકાથી ઘટાડીને 8.20 ટકા કરવામાં આવ્યો છે.
  • છ મહિનાનો MCLR 8.85 ટકા રાખવામાં આવ્યો છે.
  • એક વર્ષનો MCLR સુધારીને 8.95 ટકા કરવામાં આવ્યો છે.
  • બે વર્ષના MCLRને સુધારીને 9.05 ટકા અને ત્રણ વર્ષના MCLRને 9.1 ટકા કરવામાં આવ્યો છે.

SBIના અન્ય ધિરાણ દરો વિશે શું?

SBIનો બેઝ રેટ 10.40 ટકા છે, બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ (BPLR)ને 15 સપ્ટેમ્બરથી લાગુ કરીને વાર્ષિક 15.15 ટકા કરવામાં આવ્યો છે. SBI હોમ લોન એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR) 9.15 ટકા છે.

હોમ લોન પર વ્યાજ દરો વ્યક્તિના CIBIL સ્કોરના આધારે 8.50 ટકાથી 9.65 ટકાની વચ્ચે અલગ અલગ હોઈ શકે છે.

આ પણ વાંચો:

  1. ડેરોન એસેમોગ્લુ, સિમોન જોહ્ન્સન અને જેમ્સ એ. રોબિન્સનને અર્થશાસ્ત્રમાં મળ્યો નોબેલ પુરસ્કાર
  2. સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, દિવાળી પહેલા જ પગારમાં થઈ શકે બમ્પર વધારો!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.