ETV Bharat / business

ITRમાં મોટાપાયે નકલી રિફંડના દાવા થયાનો ખુલાસો, આવકવેરા વિભાગે કરી કાર્યવાહી - ITR REFUND CLAIMS

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર ઘણા બધા કરદાતાઓએ ITR માં કપાતના ખોટા દાવા કરી રહ્યા હતા. ETV Bharat નેશનલ બ્યુરો ચીફ સૌરભ શુક્લાનો અહેવાલ...

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 17, 2025, 8:39 AM IST

નવી દિલ્હી : આવકવેરા વિભાગે સમગ્ર દેશમાં કર્મચારીઓ સાથે સંબંધિત વિવિધ કલમો હેઠળ ખોટા રિફંડના ઘણા કેસ શોધી કાઢ્યા છે. જે અનુસાર કરદાતાઓ વિવિધ કલમો હેઠળ કપાત અને રિફંડના ખોટા ક્લેઈમ કરી રહ્યા છે.

કરદાતાઓ કરી રહ્યા છે ખોટા ક્લેમ : ઉચ્ચ સ્થાનીય સત્તાવાર સૂત્રોએ ETV Bharat ને જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ શોધ, જપ્તી અને તપાસ કામગીરી દરમિયાન એવું બહાર આવ્યું છે કે, વિવિધ વ્યક્તિઓ કલમ 80C, 80D, 80E, 80G, 80GGB, 80GGC વગેરે હેઠળ તેમના ITR માં કપાતનો ખોટો દાવો કરી રહ્યા છે, જેનાથી ભારત સરકારને ચૂકવવાપાત્ર કરમાં ઘટાડો થાય છે.

ખોટી કપાત અથવા રિફંડનો દાવો : સૂત્રોએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે આવા વ્યક્તિઓ જાહેર ક્ષેત્રના ઉપક્રમો (સરકારી કંપનીઓ), મોટી કંપનીઓ, બહુરાષ્ટ્રીય કંપનીઓ (MNC), LLP, ખાનગી લિમિટેડ કંપનીઓ સહિત વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી સંસ્થાઓના કર્મચારીઓ છે. વધુમાં, તપાસમાં બહાર આવ્યું છે કે કેટલાક અનૈતિક તત્વોએ ખોટી કપાત અથવા રિફંડનો દાવો કરીને કરદાતાઓને ગેરમાર્ગે દોર્યા છે.

90,000 કરદાતાઓએ વધારાનો ટેક્સ ભર્યો : આવકવેરા વિભાગ કંપનીઓ સાથે આઉટરીચ પ્રોગ્રામ ચલાવી રહ્યો છે. જેથી ITR માં ખોટી કપાતનો દાવો કરવાના પરિણામો વિશે જાગૃતિ લાવી શકાય અને કરદાતાઓ દ્વારા થયેલી ભૂલને સુધારવા માટે લેવામાં આવતા સુધારાત્મક પગલાં વિશે જણાવી શકાય. ડેટા અનુસાર 31 ડિસેમ્બર, 2024 સુધી લગભગ 90,000 કરદાતાઓએ તેમના ITR માં આશરે રૂ. 1070 કરોડની કપાતના ખોટા દાવા પાછા ખેંચી લીધા અને વધારાનો ટેક્સ ચૂકવ્યો છે.

કેવી રીતે કરશો અપડેટેડ રિટર્ન ફાઇલ ?

આ બાબતની જાણકારી ધરાવતા એક અધિકારીએ જણાવ્યું હતું કે, આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 139(8A)ની જોગવાઈ હેઠળ કરદાતાઓ સંબંધિત આકારણી વર્ષના અંતથી બે વર્ષમાં કાયદા હેઠળ નિર્ધારિત અમુક વધારાના કરની ચુકવણી પર અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકે છે.

ITR માં ખોટી કપાતનો દાવો છેતરપિંડી છે ?

સૂત્રોએ ETV Bharat ને જણાવ્યું કે, વિવિધ શોધ અને જપ્તી અને તપાસ કામગીરી દરમિયાન પ્રકાશમાં આવ્યું છે કે ઘણા લોકો તેમના ITR માં ખોટી કપાતનો દાવો કરી રહ્યા છે, જેનાથી ભારત સરકારને ચૂકવવાપાત્ર ટેક્સમાં ઘટાડો થયો છે. આ છેતરપિંડી અટકાવવા માટે તપાસ નિદેશાલયો દ્વારા TDS અને ન્યાયક્ષેત્ર અધિકારી (JAO) ચાર્જની ચકાસણી માટે વેરિફિકેશન અને SOPs માટેની માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી.

  1. આધાર વગર નહીં થાય આ બે મોટા કામ, અત્યારે જ જાણી લો, નહીં તો થશે મુશ્કેલી
  2. કંપની તમારા પગારમાંથી PFના પૈસા કાપી રહી છે, EPFOમાં થઈ રહ્યાં છે જમા કે નહીં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.