ETV Bharat / business

Stock Market Update : પ્રોફિટ બુકિંગનો શિકાર બન્યું ભારતીય શેરબજાર, IT સેક્ટરનું દબાણ - NSE Nifty

આજે ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત બાદ અંતે ફિયાસ્કો થયો હતો. ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક આજે વધારા સાથે ખુલ્યા હતા. જોકે, ત્યારબાદ દિવસ દરમિયાન સતત તેજીવાળા ઓપરેટરો અને મંદીવાળા ઓપરેટરો વચ્ચે હોડ જામી હતી. જેના પરિણામે સતત ઉતાર ચઢાવ રહ્યા હતા. આજે ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex અને NIFTY IT રેડ ઝોનમાં જ્યારે NSE Nifty અને NIFTY BANK ગ્રીન ઝોનમાં સપાટ બંધ થયા હતા.

પ્રોફિટ બુકિંગનો શિકાર બન્યું ભારતીય શેરબજાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 7, 2024, 5:06 PM IST

મુંબઈ : ચાલુ સપ્તાહની શરૂઆતમાં જ ભારતીય શેરબજારમાં ભારે એક્શન જોવા મળ્યું છે. આજે બજારના મુખ્ય સૂચકાંક ઊંચા મથાળે ખુલ્યા હતા. પરંતુ ત્યારબાદ દિવસ દરમિયાન સતત ઉતાર ચડાવ જોવા મળ્યો હતો. અંતે ભારતીય બજાર સપાટ બંધ રહ્યું હતું. આજે ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex અને NIFTY IT અનુક્રમે 34 અને 478 પોઈન્ટ ઘટીને રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. જ્યારે NSE Nifty અને NIFTY BANK ગ્રીન ઝોનમાં સપાટ બંધ થયા હતા.

BSE Sensex : આજે 7 ફેબ્રુઆરી, બુધવારના રોજ BSE Sensex ગત 72,186 ના બંધ સામે 362 પોઈન્ટના વધારા સાથે 72,548 ના મથાળે ખુલ્યો હતો. દિવસ દરમિયાન સતત ઉતાર ચઢાવ વચ્ચે 71,938 પોઈન્ટ ડાઉન અને 72,559 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 34 પોઈન્ટ ડાઉન 72,152 ના મથાળે રેડ ઝોનમાં સપાટ બંધ રહ્યો હતો. જે 0.05 ટકાનો ઘટાડો દર્શાવે છે.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ 21,929 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 22,045 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ NSE Nifty 21,860 પોઈન્ટ સુધી ડાઉન અને 22,053 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે ઈન્ડેક્સ સતત ઉપર નીચે થતો રહ્યો હતો.

ટોપ ગેઈનર શેર : આજે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં SBI (3.78%), JSW સ્ટીલ (2.12%), એક્સિસ બેંક (1.77%), બજાજ ફાયનાન્સ (1.76%) અને અલ્ટ્રાટેક સિમેન્ટનો (1.69%) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં પાવર ગ્રીડ કોર્પો (-2.33%), ટેક મહિન્દ્રા (-2.31%), ઇન્ફોસીસ (-2.06%), ટીસીએસ (-1.22%) અને એનટીપીસીનો (-1.11%) સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1217 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 934 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં SBI, ટીસીએસ, રિલાયન્સ અને ભારતી એરટેલના સ્ટોક રહ્યા હતા.

  1. Stock Market Update : ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત, BSE Sensex 362 પોઈન્ટ અપ ખુલ્યો
  2. Stock Market Update : ભારતીય શેરબજારમાં જોરદાર એક્શન, BSE Sensex 454 પોઈન્ટ ઉંચકાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.