મુંબઈઃ સેબી બોર્ડના ચેરપર્સન માધવી પુરી બુચની મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી. હિંડનબર્ગે ફરી એકવાર માધવી બુચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. હિંડનબર્ગે આરોપ મૂક્યો છે કે, સેબીના અધ્યક્ષ, હોલ-ટાઇમ મેમ્બર (ડબ્લ્યુટીએમ) તરીકે કામ કરતી વખતે, તેમની ખાનગી કન્સલ્ટિંગ ફર્મ દ્વારા કેટલીક લિસ્ટેડ કંપનીઓ પાસેથી ચૂકવણાઓ મેળવે છે. આ કન્સલ્ટિંગ ફર્મમાં માધવી બુચનો 99 ટકા હિસ્સો છે. હિન્ડેનબર્ગના જણાવ્યા અનુસાર સેબીના અધ્યક્ષે કુલ 4 મોટી અને લિસ્ટેડ કંપનીઓ પાસેથી પેમેન્ટ લીધું હતું.
Update: Media outlet Scroll now reports that a current SEBI board member has refuted SEBI Chair Madhabi Buch’s key claim that “All disclosures and recusals have been diligently followed” relating to Buch’s personal investment in an offshore fund being investigated in the Adani…
— Hindenburg Research (@HindenburgRes) August 31, 2024
તમામ મુદ્દે બૂચનું અઠવાડિયાથી મૌનઃ વિપક્ષી કોંગ્રેસ દ્વારા કરાયેલા તાજેતરના આક્ષેપોના જવાબમાં, ન્યૂયોર્ક-હેડક્વાર્ટર ધરાવતા હિંડનબર્ગ રિસર્ચે બુધવારે જણાવ્યું હતું કે, સેબીના વડા માધવી પુરી બુચે કેટલાંક સપ્તાહોથી તેમની સામેના આરોપો અંગે સંપૂર્ણ મૌન જાળવ્યું છે. શોર્ટસેલરે X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં લખ્યું હતું કે બૂચે કેટલાક અઠવાડિયા સુધી તમામ ઉભરતા મુદ્દાઓ પર સંપૂર્ણ મૌન જાળવી રાખ્યું હતું.
હિન્ડેનબર્ગે ટ્વિટર પર લખ્યું છે કે નવા આરોપો સામે આવ્યા છે કે ખાનગી કન્સલ્ટન્સી યુનિટ કે જે 99 ટકા સેબીના ચેરમેન માધાબી બુચની માલિકી ધરાવે છે. તેમણે સેબીના સંપૂર્ણ સમયના સભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન સેબી દ્વારા નિયમન કરાયેલી ઘણી લિસ્ટેડ કંપનીઓ પાસેથી ચૂકવણી સ્વીકારી હતી.
આ કંપનીઓમાં સમાવેશ થાય છે- મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ICICI બેંક, ડૉ. રેડ્ડીઝ અને પિડિલાઇટ
આ આરોપો બુચના ભારતીય કન્સલ્ટિંગ યુનિટને લાગુ પડે છે, જ્યારે બુચના સિંગાપોર સ્થિત કન્સલ્ટિંગ યુનિટ વિશે હજુ સુધી કોઈ વિગતો આપવામાં આવી નથી. બૂચે તમામ ઉભરતા મુદ્દાઓ પર અઠવાડિયા સુધી સંપૂર્ણ મૌન જાળવી રાખ્યું હતું.