અમદાવાદઃ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) દ્વારા ઓડિશાના 1 પોર્ટને હસ્તગત કરવામાં આવ્યું છે. APSEZએ મંગળવારે માહિતી આપી કે, ગોપાલપુર બંદર ભારતના પૂર્વ કિનારે આવેલું છે અને વાર્ષિક 20 મિલિયન મેટ્રિક ટન (MMT)હેન્ડલિંગની ક્ષમતા ધરાવે છે.
બજારની માંગ પ્રમાણે પોર્ટની ડિઝાઈનઃ ઓડિશા સરકારે 2006માં GPLને 30-વર્ષની છૂટ આપી હતી જેમાં 10 વર્ષના 2 એક્સટેન્શનની જોગવાઈ હતી. ડીપ ડ્રાફ્ટ, મલ્ટી-કાર્ગો પોર્ટ તરીકે ઓળખાતા ગોપાલપુર પોર્ટ દ્વારા લોખંડ, કોલસા, ચૂનાનો પત્થર, ઈલમેનાઈટ, એલ્યુમિના સહિત ડ્રાય બલ્ક કાર્ગોનું હેન્ડલિંગ કરવામાં આવે છે. આયર્ન અને સ્ટીલ, એલ્યુમિના અને અન્ય જેવા ખનિજ આધારિત ઉદ્યોગોના વિકાસને ટેકો આપવામાં આ પોર્ટ મહત્વની ભૂમિકા ભજવે છે. બજારની માંગ પ્રમાણે પોર્ટની ડિઝાઈન અને વિસ્તરણ સંપૂર્ણ સુગમ છે. જીપીએલને વિકાસ માટે 500 એકરથી વધુ જમીન લીઝ પર મળી છે. જેમાં ભાવિ વિસ્તરણને પહોંચી વળવા લીઝ પર વધારાની જમીન મેળવવાના વિકલ્પનો પણ સમાવેશ થાય છે.
બેસ્ટ કનેક્ટિવિટીઃ ગોપાલપુર પોર્ટ નેશનલ હાઈવે 16 દ્વારા તેના અંતરિયાળ વિસ્તાર સાથે સારી રીતે જોડાયેલું છે. રેલવે લાઈન પોર્ટને ચેન્નાઈ-હાવડાની મુખ્ય લાઈન સાથે જોડે છે. APSEZના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ આ સોદા અંગે જણાવ્યું હતું કે, ગોપાલપુર પોર્ટનું અધિગ્રહણ અમને અમારા ગ્રાહકોને વધુ સંકલિત અને ઉન્નત ઉકેલો પહોંચાડવામાં મદદરુપ થશે. તેનું સ્થાન અમને ઓડિશા અને પડોશી રાજ્યોના માઈનિંગ હબ સુધી એક્સેસની મંજૂરી આપશે. અમે અમારા અંતરિયાળ વિસ્તારના લોજિસ્ટિક્સ ફૂટપ્રિન્ટને વિસ્તૃત કરી શકીશું.
કાર્ગો વોલ્યૂમમાં વધારોઃ તેમણે ઉમેર્યુ કે, GPL અદાણી જૂથના સમગ્ર ભારતના પોર્ટ નેટવર્કમાં ઉમેરશે. એકંદર કાર્ગો વોલ્યુમમાં નોંધપાત્ર વધારો કરશે અને APSEZના સંકલિત લોજિસ્ટિક્સને મજબૂત બનાવશે. GPLનું એક્વિઝિશન APSEZના એકંદર કાર્ગો વોલ્યુમને વધારવા ઉપરાંત વર્તમાન તાલમેલને પણ સરળ બનાવશે. પોર્ટ અને તેનું કંટેનર હેન્ડલિંગ શેરધારકો માટે ફાયદાકારક સાબિત થશે. GPL ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓપ્ટિમાઈઝેશનની તક સાથે નાણાકીય વર્ષ 2025માં મજબૂત વૃદ્ધિ અને માર્જિન વિસ્તરણ માટે તૈયાર છે. APSEZ તેના નિવેદનમાં જણાવે છે કે વ્યૂહાત્મક દ્રષ્ટિએ પોર્ટનું ટકાઉપણું અને કાર્બન તટસ્થતા પર ફોકસ હોવાને લીધે વૈશ્વિક સ્તરે સૌથી મોટા બંદરો અને લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ સાથે સંકળાઈ શકશે.
સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઈનિશિયેટિવ્સઃ સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઈનિશિયેટિવ્સ (SBTi) જેવી પહેલ દ્વારા કાર્બન ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્ય અંતર્ગત APSEZ ક્લાયમેટ ચેન્જ જેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવા અને પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. નાણાકીય વર્ષ 2024માં ગોપાલપુર પોર્ટ લિમિટેડ (GPL) લગભગ 11.3 મિલિયન મેટ્રિક ટન (એમએમટી) કાર્ગો હેન્ડલ કરશે તેવો અંદાજ છે. જે વાર્ષિક 52 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આ વૃદ્ધિના પરિણામે રૂ. 520 કરોડની આવક થવાની ધારણા છે. જે વાર્ષિક 39 ટકાનો વધારો દર્શાવે છે. (ANI)