મુંબઈ: અબજોપતિ ગૌતમ અદાણી પર અમેરિકાએ લાંચ આપવાનો આરોપ લગાવ્યો હતો, જેના લીધે ગુરુવારે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો હતો. યુએસ પ્રોસિક્યુટર્સે કહ્યું કે, ગૌતમ અદાણીએ સોલર કોન્ટ્રાક્ટ માટે 2100 કરોડ રૂપિયાની લાંચ આપી અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગેરમાર્ગે દોર્યા.
યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) એ જાહેરાત કરી હતી કે, તે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી, સાગર અદાણી અને એઝ્યુર પાવર ગ્લોબલ લિમિટેડના એક્ઝિક્યુટિવ સિરિલ કેબનેસ સામે લાંચ અને છેતરપિંડીના કેસમાં આરોપો દાખલ કરશે.
ગુરુવારે અદાણી ગ્રૂપની કંપનીઓના શેર 20 ટકા ઘટીને ઇન્ટ્રા-ડે લોએ પહોંચ્યા હતા. આ કેસમાં સંડોવાયેલી મુખ્ય કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનો શેર બજાર ખૂલ્યા પછી 16 ટકા અથવા રૂ. 225.85 ઘટીને રૂ. 1,185.90 થયો હતો.
આ દરમિયાન, અદાણી ગ્રૂપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડનો શેર 10 ટકા અથવા રૂ. 282 ઘટીને રૂ. 2,538.20 થયો હતો.
જ્યારે અદાણી ટોટલ ગેસ અને અદાણી પાવર 13-14 ટકા ઘટ્યા હતા. એનડીટીવીનો શેર 11 ટકા ઘટ્યો હતો, જ્યારે અદાણી વિલ્મર 8 ટકા અને તાજેતરમાં હસ્તગત કરાયેલી સાંઘી ઇન્ડસ્ટ્રીઝ 6 ટકા ઘટી હતી.
આ પણ વાંચો: