નવી દિલ્હી: યુએસ સ્થિત હિન્ડનબર્ગ રિસર્ચે એક નવા રિપોર્ટમાં આરોપ લગાવ્યો છે કે, સેબીના ચેરપર્સન માધવી બુચ અને તેમના પતિએ બર્મુડા અને મોરેશિયસમાં અઘોષિત ઓફશોર ફંડ્સમાં ગુપ્ત ભાગીદારી ધરાવે છે. તેનો ઉપયોગ વિનોદ અદાણીએ કર્યો હતો. હવે આ અંગે અદાણી ગ્રુપનું નિવેદન સામે આવ્યું છે.
Adani Group issues a statement on the latest report from Hindenberg Research.
— ANI (@ANI) August 11, 2024
The latest allegations by Hindenburg are malicious, mischievous and manipulative selections of publicly available information to arrive at pre-determined conclusions for personal profiteering with… pic.twitter.com/WwKbPLTkrv
શું કહ્યું અદાણી ગ્રુપે પોતાના નિવેદનમાં ?
હિંડનબર્ગ રિસર્ચના લેટેસ્ટ રિપોર્ટ પર અદાણી ગ્રૂપે નિવેદન જાહેર કર્યું છે. જૂથે જણાવ્યું હતું કે હિન્ડનબર્ગ દ્વારા કરાયેલા તાજેતરના આક્ષેપો, સાર્વજનિક રીતે ઉપલબ્ધ માહિતીની દુર્ભાવનાપૂર્ણ, છેડછાડ અને જોડ-તોડ વાળું લાગે છે. જે તથ્યો અને કાયદાની અવગણના કરીને વ્યક્તિગત નફો કમાવવા માટે પૂર્વ આયોજીત નિષ્કર્ષ પર પહોંચવા માટે છે.
અદાણી ગ્રુપે હિંડન ગ્રુપના રિપોર્ટનું કર્યુ ખંડન
અદાણી જૂથે આગળ ઉમેર્યુ કેસ અદાણી ગ્રુપ વિરૂદ્ધ આ આરોપોને સંપૂર્ણ રીતે નકારી કાઢે છે, જે બદનામ દાવાઓનું રીસાઈક્લિંગ છે, અને તેની ઉંડી તપાસ કરાઈ ચુકી છે. જે પાયાવિહોણી સાબિત થઈ છે અને જેને માનનીય સર્વોચ્ચ ન્યાયાલયે જાન્યુઆરી 2024માં પહેલાં જ ફગાવી દીધી છે.
માધવી અને ધવલ બુચનું નિવેદન
માધવી અને ધવલ બુચે હિંડનબર્ગ રિસર્ચ પર ચારિત્ર્ય હનનનો આરોપ મૂક્યો છે, જેના પર સેબી દ્વારા અમલીકરણ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અમે જણાવવા માંગીએ છીએ કે અમે રિપોર્ટમાં કરવામાં આવેલા પાયાવિહોણા આરોપોનું ખંડન કરીએ છીએ. આમાં કોઈ સત્ય નથી. અમારૂં જીવન અને નાણાકીય પરિસ્થિતિ એક ખુલ્લી કિતાબ છે.