મુંબઈ: અદાણી સમૂહના મુખ્ય ભંડોળ અધિકારી જુગેશિંદર રૉબી સિંહે યુએસ લાંચખોરીના આરોપોનો જવાબ આપ્યો છે. જુગેશિંદર રૉબી સિંહે સ્પષ્ટતા કરી છે કે, આ મુદ્દો અદાણી ગ્રીન એનર્જી અંતર્ગત એક જ કોન્ટ્રાકટને સંબંધિત છે, જે આ વ્યવસાયનો માત્ર 10 ટકા જેટલો હિસ્સો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક પોસ્ટમાં સિંહે એ વાત ઉપર ભાર આપ્યો કે, અદાણી પોરફોલિયોમાં સામેલ અન્ય 11 સાર્વજનિક રીતે સૂચિબદ્ધ કંપનીઓમાંથી કોઈ પણ, અથવા તેમની સહાયક કંપનીઓ, અમેરિકી ન્યાય વિભાગ(DOJ) દ્વારા પ્રસ્તુત કયાદાકીય ફાઈલિંગમાં સામેલ નથી. તેમણે એ પણ જણાવ્યું કે આમાંથી કોઈ પણ એકમ વિરુદ્ધ ખોટું કામ કરવાનો કોઈ આરોપ નથી.
એક નિવેદનમાં સિંહે જણાવ્યું કે, આરોપોની ઝીણવટ વિષે માત્ર બે દિવસ પહેલા જ જાણ થઈ છે, જોકે, આ રીતના કેસની સંભાવનાને ફેબ્રુઆરી 2024ના જોખમની જાહેરાતમાં પહેલા જ સ્વીકારી લેવામાં આવ્યા હતા, જે 144A રજૂઆત પરિપત્ર સાથે જોડાયેલી હતી. માર્ચ 2023માં સમાપ્ત થનારા નાણાંકીય વર્ષ માટે પોતાના વાર્ષિક પરિણામો પછી અદાણી પોર્ટફોલિયો કંપનીઓમાંથી કોઈ દ્વારા આ પ્રથમ સાર્વજનિક મુદ્દો હતો.
આ પણ વાંચો: