મુંબઈ : આજે 23 ઓગસ્ટ, શુક્રવારના રોજ કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર મજબૂત વલણ સાથે લીલા નિશાન પર ખુલ્યું છે. BSE Sensex ગત 81,053 બંધ સામે 112 પોઈન્ટના ઉછાળા સાથે 81,165 પર ખુલ્યો છે. જ્યારે NSE Nifty પણ ગત 24,811 બંધ સામે 34 પોઇન્ટ વધીને 24,845 પર ખુલ્યો હતો. જોકે, શરુઆતથી જ બજારમાં ભારે એક્શન નોંધાયું છે. બજારમાં સતત ઉતારચઢાવ નોંધાઈ રહ્યો છે. Bank Nifty પણ 50,911 પોઈન્ટ આસપાસ લાલ નિશાનમાં આગળ વધી રહ્યો હતો. US બજારોમાં ઘટાડાથી IT શેરોમાં નબળાઈ જોવા મળી રહી છે.
ભારતીય શેરબજાર : આજે 23 ઓગસ્ટ, શુક્રવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક લીલા નિશાન પર ખુલ્યું છે. BSE Sensex ગત 81,053 બંધ સામે 112 પોઈન્ટના ઉછાળા સાથે 81,165 પર ખુલ્યો છે. ત્યારબાદ સતત ઉતાર ચઢાવ વચ્ચે 81,231 પોઈન્ટની ડે હાઈ બનાવી 80,883 સુધી ડાઉન ગયો હતો. જ્યારે NSE Nifty પણ ગત 24,811 બંધ સામે 34 પોઇન્ટ વધીને 24,845 પર ખુલ્યો હતો. નિફ્ટી શરુઆતી કારોબારમાં ભારે એક્શન સાથે 24,858 પોઈન્ડની ઉંચાઈ પર ગયો હતો. સાથે જ 24,771 પોઈન્ટ સુધી ડાઉન ગયો છે.
સ્ટોક્સની સ્થિતિ : બજાર ખુલતાની સાથે જ BSE માં લિસ્ટેડ કંપનીઓમાં ટાટા મોટર્સ, M&M, સન ફાર્મા, પાવર ગ્રીડ કોર્પ અને ICICI બેંક ટોમ ગેઈનર રહ્યા છે. જ્યારે ઇન્ફોસિસ, ટાઇટન કંપની, એશિયન પેઇન્ટ્સ, TCS અને ટેક મહિન્દ્રા નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આ સાથે HDFC બેંક, ટાટા મોટર્સ, ICICI બેંક અને રિલાયન્સ સૌથી એક્ટીવ શેરમાં આગળ છે.