નવી દિલ્હીઃ પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તે આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. PAN એ 10 અંકનો ચોક્કસ ઓળખ નંબર છે. PAN કાર્ડમાં તમારું નામ, જન્મ તારીખ, પિતા અથવા પત્નીનું નામ અને ફોટોગ્રાફ હોય છે. આ ફક્ત તમારા માટે જ નહીં, પરંતુ તમારા બાળકોના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પણ જરૂરી છે.
આ કાર્ડ વિવિધ નાણાકીય અને કાનૂની વ્યવહારો માટે ઓળખ દસ્તાવેજ તરીકે કામ કરે છે. આવકવેરા કાયદાની કલમ 160 માં પાન કાર્ડની પાત્રતા માટે કોઈ વય મર્યાદા નિર્દિષ્ટ નથી. તેથી, કોઈપણ વયના લોકો તેને બનાવી શકે છે.
સગીર માટે PAN કાર્ડ શા માટે જરૂરી છે?
અમુક સંજોગોમાં સગીર માટે પાન કાર્ડ જરૂરી હોય છે, ખાસ કરીને જ્યારે તે નાણાકીય વ્યવહારો અથવા આવકની જાહેરાતની વાત આવે છે. જો માતાપિતા તેમના સગીર બાળકને શેર, મ્યુચ્યુઅલ ફંડ અથવા અન્ય નાણાકીય ઉત્પાદનો જેવા રોકાણો માટે નોમિની બનાવવાની યોજના ધરાવે છે, તો તેઓએ તેમના સગીર બાળક માટે બનાવેલ પાન કાર્ડ મેળવવું જોઈએ.
જો માતા-પિતા સગીરનાં નામે સીધું રોકાણ કરે છે, તો નાણાંકીય નિયમોનું પાલન કરવા માટે એક પાન કાર્ડ આવશ્યક છે. ટેક્સ ઉદ્દેશ્યો માટે પણ સગીરની આવકને માતા પિતાની આવકમાં જોડી દેવામાં આવે છે. પરંતુ જો જો સગીર રોજગાર, વ્યવસાય અથવા વ્યવસાયિક પ્રવૃત્તિઓ દ્વારા સ્વતંત્ર રીતે આવક મેળવે છે તો તેને પાન કાર્ડની જરૂર રહે છે.
વધુમાં, જો કોઈ સગીર વ્યક્તિગત કૌશલ્ય, જ્ઞાન અથવા પ્રતિભા (દા.ત. અભિનય, રમતગમત, લેખન અથવા સમાન પ્રવૃત્તિઓ) દ્વારા આવક મેળવે તો PAN જરૂરી છે. ઉપરાંત, શિષ્યવૃત્તિ કાર્યક્રમો અને સરકારી યોજનાઓમાં પાત્રતા માટે PAN કાર્ડ ઘણીવાર જરૂરી છે.
સગીરના પાન કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી?
- આ માટે સૌથી પહેલા ગૂગલ પર જાઓ અને NSDLના ઓફિશિયલ પોર્ટલ પર ક્લિક કરો.
- અહીં 'નવા પાન-ભારતીય નાગરિક (ફોર્મ 49A)' પસંદ કરો.
- હવે કેટેગરી ડ્રોપડાઉનમાં, 'Personal' પસંદ કરો.
- અરજી ફોર્મમાં સગીરનું પૂરું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ભરો.
- આ પછી કેપ્ચા દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
- અહીં તમને ટોકન નંબર મળશે.
- આની નોંધ લો અને 'Continue with PAN Application Form' પર ક્લિક કરો.
- હવે દસ્તાવેજ સબમિશન મોડ પસંદ કરો અને આધાર વિગતો લિંક કરો.
- અહીં માતાપિતાની વિગતો, આવકની વિગતો ઉમેરો અને જરૂરી સહાયક દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી પૂર્ણ કરવા માટે જરૂરી ફી ચૂકવો.
- વેરિફિકેશન પછી PAN કાર્ડની પ્રક્રિયા લગભગ 15 દિવસમાં થઈ જશે.
- પાન કાર્ડ તૈયાર થયા પછી, તમે તેને ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો.
માતાપિતાની સંમતિ
નોંધનીય છે કે, અરજીમાં માતાપિતા અથવા વાલીની સંમતિ શામેલ હોવી આવશ્યક છે કારણ કે સગીરો સ્વતંત્ર રીતે અરજી કરી શકતા નથી.
આ પણ વાંચો:
મહારાષ્ટ્ર: વકફ બોર્ડે 300 એકર જમીનનો દાવો કર્યો, 100થી વધુ ખેડૂતોને નોટિસ મોકલી
8 થી 31 ડિસેમ્બર વચ્ચે બેંકો આટલા દિવસો સુધી બંધ રહેશે, તાત્કાલિક પૂર્ણ કરો તમામ કામ