નવી દિલ્હીઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે શનિવારે CSKને હરાવીને પ્લેઓફ માટે ક્વોલિફાય કરી લીધું છે. આ મેચની જીતમાં યશ દયાલે મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે મિશેલ માર્શ અને એમએસ ધોનીની 2 મહત્વની વિકેટ લીધી હતી. એટલું જ નહીં, યશ દયાલે મેચની છેલ્લી ઓવર ફેંકી જેમાં CSKને પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે છેલ્લી ઓવરમાં 17 રનની જરૂર હતી. તે ઓવરમાં યશ દયાલે 7 રન આપ્યા હતા. મેચ બાદ યશ દયાલે ઘણી મહત્વની વાતો જણાવી હતી.
યશે વિરાટ કોહલી વિશે શું કહ્યુ?: વિરાટ કોહલીની પ્રશંસા કરતા યશ દયાલે કહ્યું કે, જ્યારે મારી પસંદગી RCB દ્વારા કરવામાં આવી હતી ત્યારે મને યાદ છે કે, સિઝનની શરૂઆતમાં વિરાટ ભૈયાએ મને કહ્યું હતું કે, ટીકાનો સામનો કેવી રીતે કરવો. તેણે કહ્યું હતું કે, 'હું તમને ટીકાનો સામનો કેવી રીતે કરવો તેની પ્રક્રિયા કહી શકું છું. કારણ કે, હું તમારી વસ્તુઓને સમજી શકું છું કેમ કે, આ વસ્તુઓ મારી સાથે પણ થઈ છે. ત્યારે યશ દયાલે જણાવ્યું કે, વિરાટ કોહલીની સલાહથી મને ઘણો ફાયદો થયો છે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે IPL મેચમાં રિંકુ સિંહે યશ દયાલને એક ઓવરમાં 5 સિક્સર ફટકારી હતી, જેના પછી તે ડિપ્રેશનમાં ગયો હતો અને તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
યશે ટીમના વખાણ કર્યા: આ સાથે યશ દયાલે મેચ દરમિયાન પ્રશંસકો વિશે પણ કહ્યું, 'ચિન્નાસ્વામીની ભીડ અદ્ભુત હતી અને વિશાળ સમર્થકો હતા. હું ટીવી પર RCBની મેચ જોતો હતો, પરંતુ આટલી મોટી ક્ષણનો ભાગ બનવું ખાસ હતું. આ સાથે તેણે કહ્યું કે, 'RCBએ પહેલા જ દિવસથી કહ્યું હતું કે હું તેમના માટે મહત્વપૂર્ણ ખેલાડી છું. તેણે મને ઘણો સપોર્ટ કર્યો છે, હવે તમે જે પરિણામો જોઈ રહ્યા છો તે તેના સમર્થન અને મારા પરના વિશ્વાસને કારણે છે. આ સાથે તેણે ટીમ ફાફ ડુ પ્લેસિસના પણ વખાણ કર્યા છે, તેણે કહ્યું કે તે એક અદ્ભુત કેપ્ટન છે - ટીમમાં વિરાટ ભૈયા, ફાફ ડુ પ્લેસિસ છે, આ તમામ યુવા ખેલાડીઓને દબાણની સ્થિતિમાં શાંત રહેવામાં મદદ કરે છે.