ETV Bharat / bharat

એક્ઝિટ પોલ એટલે શું ? 2019 લોકસભા ચૂંટણીમાં આગાહી કેટલી સચોટ સાબિત થઈ જુઓ... - Lok Sabha Elections 2024 Exit Poll

લોકસભા ચૂંટણી 2024 પૂર્ણ થવાના આરે છે અને 4 જૂને પરિણામ જાહેર કરવામાં આવશે. જોકે પરિણામ પહેલા છેલ્લા તબક્કાના મતદાન પછી ચૂંટણી એજન્સીઓ તેમના સંબંધિત એક્ઝિટ પોલ જાહેર કરશે. જેમાં અંતિમ ચૂંટણી પરિણામોની ઝલક જોઈ શકાશે. જાણો શું છે એક્ઝિટ પોલ, કેવી રીતે હાથ ધરવામાં આવે છે અને લોકસભા ચૂંટણી 2019 માં એક્ઝિટ પોલની આગાહી કેટલી સચોટ સાબિત થઈ હતી.

2019 લોકસભા ચૂંટણીમાં આગાહી કેટલી સચોટ સાબિત થઈ જુઓ...
2019 લોકસભા ચૂંટણીમાં આગાહી કેટલી સચોટ સાબિત થઈ જુઓ... (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 31, 2024, 4:28 PM IST

હૈદરાબાદ : લોકસભા ચૂંટણી 2024 અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂકી છે. 1 જૂન શનિવારના રોજ સાતમા અને અંતિમ તબક્કાની ચૂંટણી યોજાવાની છે. આ તબક્કામાં આઠ રાજ્યોની 57 બેઠકો પર મતદાન થશે. આ પછી 4 જૂને ચૂંટણી પરિણામ જાહેર થશે. મતદાનના છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયા પછી ચૂંટણીપંચની સૂચના અનુસાર વિવિધ પોલ એજન્સીઓના એક્ઝિટ પોલના અંદાજ સાંજે જાહેર કરવામાં આવશે.

એક્ઝિટ પોલ : મતદાન કર્યા પછી લોકો એક્ઝિટ પોલ પર તેમની નજર રાખે છે. કારણ કે એક્ઝિટ પોલ પરથી અંદાજ લગાવી શકાય છે કે ચૂંટણીમાં કયા પક્ષને કેટલી બેઠકો મળી શકે છે અથવા દેશમાં કયા પક્ષ સરકાર બનાવવાની અપેક્ષા રાખી શકાય છે. 2019 સામાન્ય ચૂંટણીને લઈને જાહેર થયેલા એક્ઝિટ પોલના આધારે આપણે જાણવાનો પણ પ્રયાસ કરીશું કે ગત ચૂંટણીમાં એક્ઝિટ પોલની આગાહી કેટલી સાચી સાબિત થઈ. પરંતુ તે પહેલા ચાલો જાણીએ કે એક્ઝિટ પોલ કેવી રીતે હાથ ધરવામાં આવે છે.

એક્ઝિટ પોલ એટલે શું ? ચૂંટણી પરિણામોનું મૂલ્યાંકન કરવા માટે કેટલીક ખાનગી એજન્સી દ્વારા એક્ઝિટ પોલ કરવામાં આવે છે. આ અંતર્ગત ચૂંટણીના દિવસે મતદાન મથકની બહાર મતદારોના મંતવ્યો અને ઝોક જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. મતદારોને સંખ્યાબંધ પ્રશ્નો પૂછવામાં આવે છે - જેમ કે તમે કોને મત આપ્યો અને શા માટે મત આપ્યો વગેરે. ત્યારબાદ મતદારો પાસેથી મળેલા ડેટાનું વિશ્લેષણ કરવામાં આવે છે. જેના આધારે ચૂંટણી પરિણામનો અંદાજ લગાવવામાં આવે છે. ભારતમાં ઘણી ખાનગી ચૂંટણી એજન્સી એક નક્કી પ્રક્રિયા દ્વારા ચૂંટણીનો અભ્યાસ કરે છે. એક્ઝિટ પોલ અંતિમ ચૂંટણી પરિણામોની ઝલક આપે છે. ક્યારેક એક્ઝિટ પોલની આગાહી સાચી સાબિત થાય છે, પરંતુ ઘણી વખત અનુમાન પણ ખોટા સાબિત થયા છે.

2019 સામાન્ય ચૂંટણીનું પરિણામ : ગત લોકસભા ચૂંટણી 2019 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સતત બીજી વખત પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવ્યું હતું. ભાજપને 303 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 52, DMK અને TMC 24-24, YSRCP 22, શિવસેનાને 18, JDU 16, BJD 12, BSP 10, TRS (હવે BRS) 10, LJP 6, SP અને NCP 5-5 તથા અન્યને 39 બેઠકો મળી હતી.

  • 2019 લોકસભા ચૂંટણી માટે એક્ઝિટ પોલ
પોલ એજન્સીભાજપ+કોંગ્રેસ+SP-BSP+અન્ય
ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયા339-36577-10810-1659-79
ટાઈમ્સ નાઉ-VMR3061322084
સી-વોટર2871284087
ABP-નીલસન2771304590
ન્યૂઝ 24-ચાણક્ય35095--97

2019 માટે એક્ઝિટ પોલનો અંદાજો : 2019 સામાન્ય ચૂંટણીમાં વાતાવરણ શરૂઆતથી જ ભાજપની તરફેણમાં અને વિપક્ષ વેરવિખેર હોય તેવું લાગી રહ્યું હતું. 2019માં મોટાભાગના એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું કે ભાજપ અને NDA 300 થી વધુ બેઠક મેળવીને જંગી બહુમતી સાથે જીતશે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વમાં UPA ગઠબંધનને લગભગ 100 બેઠક મળવાની ધારણા હતી. લોકસભા ચૂંટણી 2019ના પરિણામ આવ્યા પછી, એક-બે સિવાયના મોટાભાગના એક્ઝિટ પોલની આગાહી સાચી સાબિત થઈ હતી.

લોકસભા ચૂંટણી 2019 : વર્ષ 2019માં પણ લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી. જંગી રોકડ મળી આવતા તમિલનાડુની વેલ્લોર લોકસભા સીટ માટેની ચૂંટણી રદ કરવામાં આવી હતી. જ્યારે કુલ 543 માંથી 542 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીના પરિણામો 23 મે 2019 ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. ગત ચૂંટણીમાં તમામ તબક્કામાં સરેરાશ 67.09 ટકા મતદાન થયું હતું.

  1. એક સ્થાન ચાર ગ્રહોનું મિલન 12 રાશિ પર પાડશે પ્રભાવ : 4 ગ્રહો 4 જૂને કોને આપી શકે છે સત્તા
  2. આવતીકાલે 8 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠક પર અંતિમ તબક્કાનું મતદાન, કુલ 904 ઉમેદવારો મેદાનમાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.