અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી અને હરિદ્વાર વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી અને હરિદ્વાર વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર દોડાવવાનો નિર્ણય કર્યો છે.
મુસાફરોને રાહતઃ સાબરમતી અને હરિદ્વાર વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેનની સગવડને પરિણામે અમદાવાદ તેમજ આસપાસના શહેરોમાંથી હરિદ્વાર જવા માંગતા મુસાફરોને રાહત થશે. પશ્ચિમ રેલવેએ ટ્રેન નંબર 09425/09426 સાબરમતી-હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ ટ્રેનની કુલ10 ટ્રીપ્સ નિર્ધારીત કરી છે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસના કોચ હશે.
ટાઈમ ટેબલઃ ટ્રેન નંબર 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ 31 મે, અને 3, 7, 10 અને 14 જૂન 2024 (શુક્રવાર અને સોમવાર)ના રોજ સાબરમતી થી 18.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.00 કલાકે હરિદ્વાર પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ 01,04,08,11 અને 15 જૂન 2024 (શનિવાર અને મંગળવાર)ના રોજ હરિદ્વાર થી 21:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 22:30 કલાકે સાબરમતી પહોંચશે.
વાયા સ્ટેશન્સઃ સાબરમતી-હરિદ્વાર સમર સ્પેશિયલ ટ્રેનના રુટમાં મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, જવાઈ બાંધ, ફાલના, રાની, મારવાડ, અજમેર, કિશનગઢ, ફુલેરા, રિંગસ, નીમ કા થાના, નારનૌલ, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂડકી સ્ટેશનોને કવર કરાશે. આ ટ્રેનનું બુકિંગ 26 મે, 2024થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લેવી.