વાયનાડ (કેરળ): કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધીએ સોમવારે વાયનાડ લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે તેમના પ્રચારની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા અને આરોપ લગાવ્યો કે તેના શાસનમાં બંધારણના મૂલ્યોને સતત નબળા પાડવામાં આવી રહ્યા છે.
મીનાંગડીમાં આયોજિત સ્ટ્રીટ મીટિંગ દરમિયાન મણિપુરમાં થયેલી હિંસાનો ઉલ્લેખ કરતા પ્રિયંકાએ કહ્યું કે દેશમાં લઘુમતીઓ વિરુદ્ધ આયોજનબદ્ધ હુમલાઓ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે તમે આ સરકારને ઘણી વખત ગુસ્સો અને નફરત ફેલાવતી જોઈ છે.
LIVE: Addressing corner meeting in Meenangadi, Wayanad.https://t.co/vkcpZ9yPBg
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 28, 2024
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે સામાન્ય લોકોની જગ્યાએ પીએમ મોદીના મિત્રોના પક્ષમાં એક પછી એક નીતિઓ બનાવવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધીએ 22 ઓક્ટોબરના રોજ કાલપેટ્ટા શહેરમાં રોડ શો કર્યા બાદ ભાઈ રાહુલ ગાંધી, માતા સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સાથે રાજ્ય કોંગ્રેસના નેતાઓ સાથે ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવ્યા બાદ પ્રિયંકા ગાંધીની વાયનાડની આ બીજી મુલાકાત છે.
વાયનાડ બેઠક પરથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના રાજીનામાના કારણે પેટાચૂંટણી યોજાઈ રહી છે. રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં યુપીની વાયનાડ અને રાયબરેલી બંને બેઠકો પરથી જીત મેળવી હતી. જોકે, બાદમાં તેમણે વાયનાડમાંથી રાજીનામું આપી દીધું હતું.