દેહરાદૂન (ઉત્તરાખંડ): 10 મેથી શરૂ થયેલી ઉત્તરાખંડ ચારધામ યાત્રા માટે આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 15,67,095 લાખને વટાવી ગઈ છે. ચારધામ યાત્રા માટે દેશના ખૂણે-ખૂણેથી તેમજ વિદેશમાંથી પણ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. કેદારનાથ ધામમાં સૌથી વધુ ભક્તોની સંખ્યા નોંધાઈ રહી છે. વધતી ભીડને અંકુશમાં લેવા માટે સરકાર અને પ્રશાસને ઘણી રણનીતિઓ અમલમાં મૂકી છે.
ઉત્તરાખંડ ચારધામ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડ પર્યટન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે આ વખતે ચારધામ યાત્રા તેના તમામ રેકોર્ડ તોડી નાખશે.
કેદારનાથ ધામ: કેદારનાથ ધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આજે 2 જૂને 19,484 શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામની મુલાકાત લીધી હતી. જેમાં 12857 પુરૂષો, 6323 મહિલાઓ અને 304 બાળકોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કુલ 6,27,213 શ્રદ્ધાળુઓ કેદારનાથના દર્શન કરી ચુક્યા છે.
બદ્રીનાથ ધામ: 12મી મેના રોજ સવારે 6 વાગે ભક્તો માટે બદ્રીનાથના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ભગવાન બદ્રી-વિશાલના દર્શન માટે ભક્તોની ભારે ભીડ પણ ધામમાં પહોંચી રહી છે. 2 જૂને 21,269 ભક્તોએ મુલાકાત લીધી હતી. જેમાં 13904 પુરૂષો, 6614 મહિલાઓ અને 751 બાળકોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કુલ 3,79,041 શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામના દર્શન કરી ચુક્યા છે.
ગંગોત્રી ધામ: આજે 2 જૂને 12,5,41 ભક્તોએ ગંગોત્રી ધામની મુલાકાત લીધી હતી. જેમાંથી 6476 પુરૂષો, 5876 મહિલાઓ અને 189 બાળકો છે. અત્યાર સુધીમાં 2,75210 ભક્તોએ ગંગોત્રીના દર્શન કર્યા છે.
યમુનોત્રી ધામ: 2 જૂનના રોજ ઉત્તરાખંડના યમુનોત્રી ધામમાં 11,942 ભક્તોએ માતા યમુનાના દર્શન કર્યા હતા. જેમાં 5867 પુરૂષો, 5808 મહિલાઓ અને 267 બાળકોનો પણ સમાવેશ થાય છે. 10 મેથી અત્યાર સુધીમાં 2,85,631 ભક્તોએ માતા યમુનાના દર્શન કર્યા છે.