ETV Bharat / bharat

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં મોટી દુર્ઘટના, ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 પૂજારી ઈજાગ્રસ્ત - Ujjain Mahakal Mandir Fire - UJJAIN MAHAKAL MANDIR FIRE

ઉજ્જૈનના મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી કરતી વખતે અચાનક આગ ફાટી નીકળી હતી. દુર્ઘટનામાં 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે.ઉજ્જૈન કલેક્ટરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

Etv BharatUjjain Mahakal Mandir Fire
Etv BharatUjjain Mahakal Mandir Fire
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 25, 2024, 9:58 AM IST

ઉજ્જૈન: વિશ્વ પ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં સોમવારે હોળીના દિવસે એક મોટી દુર્ઘટના ઘટી હતી. ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં અચાનક આગ લાગી હતી. આગમાં લગભગ 13 જેટલા પૂજારીઓ દાઝી ગયા હતા. આગનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. તમામ ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલના બર્ન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ખતરાની બહાર હોય તેવુ જાણવા મળ્યુ છે. સદ્દનસીબે આગ પર સમયસર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો, નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ હોત. તો બીજી બાજુ અહીં કલેક્ટર નીરજ કુમાર સિંહે સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

આરતીની થાળી પર રંગ પડતા લાગી આગ: પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે સવારે મહાકાલ મંદિરમાં હોળીના તહેવારની ઉજવણી ચાલી રહી હતી. સેંકડો લોકો એકબીજા પર રંગો લગાવી રહ્યા હતા. બાબા મહાકાલની ભસ્મ આરતી દરમિયાન આરતીની થાળી પર રંગ પડ્યો અને પછી અચાનક જ આગ ફાટી નીકળી, જેના કારણે મંદિરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ગર્ભગૃહની અંદર હાજર પૂજારી આગમાં દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

કલેકટરે આપ્યા તપાસના આદેશ: કલેક્ટર નીરજ કુમાર સિંહે જણાવ્યું કે, મંદિરમાં હોળી રમાઈ રહી હતી. ગર્ભગૃહમાં કપૂરનો ઉપયોગ કરીને આરતી કરવામાં આવી રહી હતી. ત્યારબાદ અચાનક જ કપૂરની આગ ભડકી ઊઠી અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. આ ઘટનામાં ઘાયલ થયેલા તમામને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જ્યાં તમામની હાલત સ્થિર હોવાનુ જણાઈ રહ્યુ છે. આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે, આગ ગુલાલને કારણે લાગી છે કે પછી આગ લાગવાનું બીજુ અન્ય કોઈ કારણ છે તે જલ્દી જાણવા મળશે.

1.છોટાઉદેપુરમાં ભરાતા ભંગોરિયા હાટમાં ઉમટ્યાં હજારો આદિવાસીઓ, એકસરખા પહેરવેશ સાથે નાચગાન હોળીની ઉજવણી કરી - Chhotaudepur Bhangoria Haat

2.હોળીના દિવસે ભોઈ સમાજ દ્વારા ભૈરવનાથ દાદાની 30 ફૂટની વિશાળ પ્રતિમાનું સ્થાપન, જાણો તેની પાછળની લોકવાયકા - Holi 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.