ETV Bharat / bharat

તિરૂપતિ લાડુ વિવાદ: પૂર્વ TTD અધ્યક્ષે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા, ભેળસેળના આરોપના તપાસની કરી માંગ - Tirupati laddu row

author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

તિરુપતિ લાડુનો વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ શ્રેણીમાં, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના ભૂતપૂર્વ અધ્યક્ષ વાયવી સુબ્બા રેડ્ડીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર સમિતિની રચના કરવાની માંગ કરી છે. tirupati laddu row

તિરૂપતિ લાડુ વિવાદ:
તિરૂપતિ લાડુ વિવાદ (Etv Bharat)

તિરૂપતિ: તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય દ્વારા દાખલ કરાયેલી અરજીમાં ઘીના સ્ત્રોત અને ગુણવત્તા અંગેના વિગતવાર ફોરેન્સિક રિપોર્ટ અને ભક્તોની ભાવનાઓની દરકાર માટે આ મુદ્દાને જાહેર કરવા પર કામચલાઉ રોક લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

રેડ્ડીના વકીલના જણાવ્યા અનુસાર, આ પગલાંનો ઉદ્દેશ્ય પારદર્શિતાની ખાતરી કરવાનો અને લોકોની ચિંતાઓને નિષ્પક્ષ રીતે સંબોધિત કરવાનો છે. રાજ્યમાં સત્તારૂઢ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) એ પોતાના દાવાને સમર્થન આપવા માટે એક પ્રયોગશાળાની રિપોર્ટ પણ સાર્વજનિક કરી છે.

આ દરમિયાન, ભાજપન નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ તિરુપતિ લાડુ બનાવવામાં પશુ ચરબીના કથિત ઉપયોગની કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની તપાસની માંગ સાથે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. સ્વામીએ આંધ્રપ્રદેશ સરકારને લાડુ બનાવવામાં વપરાતા ઘીના સ્ત્રોત અને નમૂના અંગે વિગતવાર અહેવાલ દાખલ કરવા માટે નિર્દેશ માંગ્યો છે. આ ઉપરાંત સંબંધિત સત્તાવાળાઓ પાસેથી વિગતવાર ફોરેન્સિક રિપોર્ટ મેળવવા માટે વચગાળાના નિર્દેશો પણ માંગવામાં આવ્યા છે.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, પ્રસાદ બનાવવામાં ઉપયોગમાં લેવાતા વિવિધ ઘટકોનો સપ્લાય કરતા સપ્લાયર્સની ગુણવત્તા અથવા અભાવની દેખરેખ રાખવા અને તેની ચકાસણી કરવા માટે મંદિર પાસે આંતરિક તપાસ અને સંતુલન હોવું જોઈએ.

આપને જણાવી દઈએ કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો છે કે ગત વાયએસ જગનમોહન રેડ્ડીની સરકાર દરમિયાન તિરુપતિ લાડુ બનાવવામાં પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ વિવાદે મોટા પાયે રાજકીય વિવાદને જન્મ આપ્યો છે. બીજી તરફ YSR કોંગ્રેસ પાર્ટીએ સીએમ પર રાજકીય લાભ માટે ઘૃણાસ્પદ આરોપો લગાવવાનો આરોપ લગાવ્યો છે.

  1. તિરૂપતિ લાડુ વિવાદ, ક્યાંક ઓછી કિંમત તો નથી ભેળસેળનું કારણ ? - TIRUPATI LADDU ROW
  2. 3 લાખ લાડુ, 500 કરોડ રૂપિયાનું વેંચાણ, જાણો કેટલો જુનો છે તિરૂપતિમાં 'લાડુ' વેચવાનો ઈતિહાસ - full history trupati laddu row

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.