નવી દિલ્હીઃ દેશમાં આવતા વર્ષથી વસ્તી ગણતરી શરૂ થશે, જેનો ડેટા વર્ષ 2026માં જાહેર થઈ શકે છે. આ વસ્તી ગણતરી એવા સમયે હાથ ધરવામાં આવી રહી છે જ્યારે ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. વસ્તીના મામલામાં ભારતે ચીનને પહેલા જ પાછળ છોડી દીધું છે.
આ વસ્તી ગણતરીમાં પણ સંપ્રદાયને લગતા પ્રશ્નો પૂછાય તેવી શક્યતાઓ છે. એવું માનવામાં આવે છે કે વિપક્ષી પાર્ટીઓ દ્વારા જાતિ ગણતરીની માગ વચ્ચે, સરકાર લોકો પાસેથી તેમના સમુદાય સાથે સંબંધિત માહિતી પણ એકત્રિત કરી શકે છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી વસ્તી ગણતરીમાં લોકોને માત્ર તેમના ધર્મ અને વર્ગ વિશે જ પૂછવામાં આવતું હતું. આ ઉપરાંત એસસી, એસટી અને જનરલ કેટેગરીની ગણતરી કરવામાં આવી હતી.
![વસ્તી ગણતરી 2025](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-10-2024/22794803_1.jpg)
જો કે આ વખતે એ પણ સવાલ થઈ શકે છે કે લોકો કયા સંપ્રદાયને અનુસરે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ ઈસ્લામમાં વિશ્વાસ રાખે છે તો તેણે એ પણ જણાવવું પડશે કે તે શિયા છે કે સુન્ની. તેવી જ રીતે, જાતિઓમાં બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્ય જેવા જૂથોનો સમાવેશ થાય છે. હાલમાં કેન્દ્ર સરકાર ધર્મ અને વર્ગ તેમજ સંપ્રદાયના આધારે વસ્તી ગણતરીની માંગ પર વિચારણા કરી રહી છે.
ડેટા ડિજિટલ રીતે એકત્રિત કરવામાં આવશે
જાણકારી અનુસાર સરકાર વસ્તી ગણતરી માટે ડિજિટલ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. જો આમ થશે તો દેશમાં પહેલીવાર એવું થશે કે વસ્તીગણતરીનો ડેટા ડિજિટલ રીતે એકત્રિત કરવામાં આવશે. આ માટે એક ખાસ પોર્ટલ બનાવવામાં આવ્યું છે.
![વસ્તી ગણતરી 2025](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-10-2024/22794803_2.jpg)
ઉલ્લેખનીય છે કે, અનેક રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોએ વસ્તી ગણતરી સંપ્રદાયના આધારે કરાવવાની માગણી કરી હતી. એવું માનવામાં આવે છે કે સંપ્રદાયના ડેટા વધુ સાચી નીતિઓ બનાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે વસ્તી ગણતરીમાં સંપ્રદાયનો અર્થ એ થાય છે કે વ્યક્તિ કયા ધાર્મિક અને સાંસ્કૃતિક સમૂહનો છે.
ભારતમાં કોની કેટલી વસ્તી છે?
દેશની ધાર્મિક વસ્તી વિશેની માહિતી વસ્તી ગણતરીના ડેટામાંથી એકત્રિત કરી શકાય છે. 2011ની વસ્તી ગણતરીના આંકડા અનુસાર, દેશમાં સૌથી વધુ વસ્તી 79.8 ટકા હિંદુઓની છે. આ પછી મુસ્લિમોની સંખ્યા આવે છે, જેમની કુલ વસ્તી 14.2 ટકા છે. જ્યારે 2.3 ટકા વસ્તી ખ્રિસ્તી અને 1.7 ટકા શીખ છે.
વસ્તી ગણતરી ચક્રમાં ફેરફાર
અત્યાર સુધી કરવામાં આવેલી તમામ વસ્તીગણતરી દાયકાની શરૂઆતમાં હાથ ધરવામાં આવી હતી, જેમ કે વર્ષ 1991, 2001, 2011. આ વખતે પણ વસ્તી ગણતરી વર્ષ 2021માં થવાની હતી. જો કે, કોરોના રોગચાળાને કારણે તેને મુલતવી રાખવું પડ્યું હતું. આ કારણે વસ્તી ગણતરીના ચક્રમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે.
નવા ચક્રમાં, વસ્તી ગણતરી શરૂઆતમાં 2025 માં, પછી 2035 માં અને પછી 2045, 2055 માં કરવામાં આવશે. જો કે આ વખતે જાતિ ગણતરી થશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. જો કે વિપક્ષી પાર્ટીઓ સતત જાતિ ગણતરીની માંગ કરી રહી છે.
વસ્તી ગણતરીમાં કેટલા અને કેવા પ્રશ્નો પૂછવામાં આવશે?
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વસ્તી ગણતરીમાં લોકોને કુલ 31 પ્રશ્નો પૂછવામાં આવશે. જેમાં પરિવારના કુલ લોકોની સંખ્યા, પરિવારના વડા મહિલા છે કે નહીં, પરિવાર પાસે કેટલા રૂમ છે, પરિવાર પાસે સ્કૂટર-બાઈક છે કે નહીં અને પરિવાર પાસે ટેલિફોન છે કે નહીં જેવા પ્રશ્નોનો સમાવેશ થાય છે. નથી આ સિવાય રોજિંદા જીવન સાથે જોડાયેલા અન્ય ઘણા સમાન પ્રશ્નો લોકોને પૂછી શકાય છે.
આ પણ વાંચો: