ETV Bharat / bharat

દિવેલા પાકને રોગરોગમુક્ત અને જીવાતમુક્ત રાખવા માંગો છે! તો આ જાણી લો... - Advice for farmers to protect crops

વરસાદ પડતાની સાથે જ રાજ્યભરમાં વાવેતરની શરૂઆત થઇ જાય છે. અને ખરીફ ઋતુમાં રાજ્યના ખેડૂતો દ્વારા દિવેલા પાકોની વાવણી કરવામાં આવે છે. આ દિવેલા પાકોને રોગમુક્ત અને જીવાતમુક્ત રાખવા વાવણી સમયે જ કેટલાક પગલાઓ લેવામાં આવે છે. તેથી ખેતી નિયામકની કચેરી દ્વારા દિવેલા પાકમાં રોગ-જીવાત વ્યવસ્થાપન માટે વાવણી સમયે ખેડૂતો દ્વારા લેવાના કેટલાક પગલાંઓ સૂચવવામાં આવ્યા છે., Advice for farmers to protect crops

દિવેલા પાકોને રોગમુક્ત-જીવાતમુક્ત રાખવા ખેતી નિયામકની કચેરીએ કર્યા સૂચનો
દિવેલા પાકોને રોગમુક્ત-જીવાતમુક્ત રાખવા ખેતી નિયામકની કચેરીએ કર્યા સૂચનો (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 11, 2024, 3:33 PM IST

હૈદરાબાદ: ચોમાસાની શરૂઆત થતાં જ રાજ્યભરમાં વાવણીના પાકની શરૂઆત કરવામાં આવે છે. અને તેથી દિવેલા પાકોની વાવણી કરતી વખતે તે પાકમાં રાગ કે જીવાત ન પડે તે માટે ખેતી નિયામકની કચેરી દ્વારા કેટલાક સૂચનો કરવામાં આવે છે. ખેતી નિયામકની યાદીમાં જણાવ્યા મુજબ દિવેલા પાકોના વાવેતર સમયે છાણિયા અને સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો અથવા લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. દિવેલાના પાકમાં સુકારાના અસરકારક નિયંત્રણ માટે મકાઈ, જુવાર, બાજરી અથવા ઘઉંની ફેરબદલી કરવી આવશ્યક છે. દિવેલાના પાકમાં ઘોડિયા ઇયળ અને ડોડવા કોરી ખાનારી ઇયળનો ઉપદ્રવ કાબુમાં રાખવાં કઠોળ વર્ગના પાકોને આંતરપાક તરીકે લેવા હિતાવહ છે. સુકારાના રોગ સામે પ્રતિકારક સંકર જાતો જીસીએચ-7, જીસીએચ-8, જીસીએચ-9 અને જીસીએચ-10ની વાવણી માટે પસંદગી કરવી લાભદાયી રહેશે.

ઉપરાંત, વધુમાં જણાવ્યા અનુસાર, મૂળના કોહવારા રોગ સામે પ્રતિકારક જાતો જીસીએચ-2 અથવા જીસીએચ-6ની વાવણી કરવી. દિવેલાને ઘોડિયા ઇયળના ઉપદ્રવથી બચાવવા અને તેના રાસાયણિક નિયંત્રણ પાછળનો ખર્ચ બચાવા માટે દિવેલાનું વાવેતર 15મી ઓગસ્ટની આસપાસ કરવું હિતાવહ છે. વાવેતર સમયે બીજને ફૂગનાશક દવા થાયરમ અથવા કાર્બેન્ડેઝીમ 3 ગ્રામ પ્રતિ કિલો પટ આપીને વાવણી કરવી. દિવેલાના મૂળખાઈ અને સુકારા રોગના જૈવિક નિયંત્રણ માટે 5 કિગ્રા ટ્રાઇકોડર્મા પાવડર, 500 કિલોગ્રામ રાયડાના અથવા લીમડાના ખોળ સાથે મિશ્ર કરીને તેને વાવેતર પહેલાં ચાસમાં આપવું જોઈએ.

આ ઉપરાંત દવાનો વપરાશ કરતી વખતે દવા ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જે પાક માટે તે દવા અથવા તો ડોઝ આપવામાં આવેલ છે, અને તે દવા જે તે રોગ કે જીવાત માટેની છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવ્યું છે. આ અંગે વધુ જાણકારી ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારીલ અને નાયબ ખેતી નિયામકનો સંપર્ક કરવા ખેતી નિયામકની યાદીમાં વધુમાં જણાવાયું છે.

  1. લાખોની લીંબોળી, બનાસકાંઠાના ખેડૂતો માટે લીંબોળી બની આવકનો સ્ત્રોત, જાણો કેવી રીતે ? - Banaskantha became the hub of lemon
  2. ઉમરપાડાનાં જંગલોની વચ્ચે આવેલો દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો - Devghat waterfall

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.